Amit Shah in Assam today, to lay foundation stone for govt schemes| Samachar @11 AM| 26-12-2020
26-12-2020 | 11:28 am
Share Now 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં આયુષ્માન ભારત PMJAY સ્વાસ્થ્યનો કરાવશે પ્રારંભ. આ યોજનામાં જમ્મુ અને કાશ્મીરના બધા જ નાગરિકોને વિના મૂલ્યે મળશે આરોગ્ય વીમા યોજનાના લાભ. આ યોજનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ થશે સુનિશ્ચિત. સાથે જ તમામ લોકો અને સમુદાયોને ગુણવત્તાપૂર્ણ તેમજ પરવડે તેવા દરે આવશ્યક આરોગ્ય સેવાઓ કરી શકાશે સુનિશ્ચિત.
2. દેશના 8 કરોડ ખેડૂતો સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્નદાતાને આપ્યો ભરોસો.કહ્યું, ખેડૂતોના વિશ્વાસ પર ઉની આંચ નહી આવવા દે સરકાર. પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા.
3. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે. આજે અનેક પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ, ખૂખરી મેમોરીયલ, નાગવા ફૂડસ્ટોલ અને દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રાષ્ટ્રપતિ કરશે ઉદઘાટન
4. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના ત્રણ દિવસીય પ્રવાસે. આજે ગુવાહાટીમાં અનેક પરિયોજનાઓનો કરાવશે શુભારંભ. બીજી મેડિકલ કોલેજની કરશે સ્થાપના. સાથે જ આજે ગૃહમંત્રી આસામ દર્શન યોજનાને કરશે નાણાંકીય સહાય વિતરણ.
5.ફાસ્ટેગ દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહે 80 કરોડ રૂપિયા પ્રતિદિવસના આંકડાને કર્યો પાર. ફાસ્ટેગ લેવડ-દેવડ 50 લાખ પ્રતિદિવસ રેકોર્ડ સ્તરે પહોચ્યું. અત્યાર સુધી 2.20 કરોડ ફાસ્ટેગ કરાયા છે જાહેર. 1 જાન્યુઆરી 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત.
6. ભારતમાં કોવિડ 19 સામે જંગ સતત ચાલુ. દેશમાં છેલ્લા 24 કલાકમાં 22 હજાર 274 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત. અત્યાર સુધી દેશમાં 97 લાખ 40 હજારથી વધુ દર્દીઓ થયા સાજા - આગામી સપ્તાહથી દેશના ચાર રાજ્યોમાં કોવિડ વેક્સીનેશન પહેલા શરૂ થશે ડ્રાય રન.
7. રાજ્યમાં ઘટ્યું કોરોનાનું સંક્રમણ. શુક્રવારે નોંધાયા નવા 910 કોરોનાના કેસ.અમદાવાદમાં 191, સુરતમાં 153, વડોદરામાં 138 અને રાજકોટમાં નોંધાયા 83 નવા કેસ.આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પગલે રાજ્યમાં રિક્વરી રેટ પહોંચ્યો 93.97 ટકાએ.