નવી દિલ્હી ખાતે ભૂતપૂર્વ સિવિલ સેવા અધિકારી સંકલ્પની પાંચમી વાર્ષિક વ્યાખ્યાન શ્રેણીમાં ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે, અનુચ્છેદ 370 અને કાશ્મીર અંગે દેશની જનતામાં ગેરસમજ ફેલાવામાં આવી રહી છે. આ ગેરસમજને દૂર કરવી અત્યંત જરૂરી છે. ઉપરાંત ચોક્કસ સંદર્ભો સાથે ઈતિહાસ લખાવવો જોઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, 370ની કલમના કારણે જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદનો દોર ચાલુ થયો, જેમાં અત્યાર સુધી 41,000થી વધુ લોકોના મોત થયા છે. તેમણે આ બાબતને લઈને માનવાધિકારના લઈને પ્રશ્નો કરનાર લોકો પર પણ સવાલો કર્યા હતા.