Bhagavad Gita is a practical guide for our daily lives: PM Narendra Modi |Mid Day News| 11-03-2021
11-03-2021 | 1:32 pm
Share Now 1....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સના માધ્યમથી સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ સંસ્કરણ કર્યુ રજૂ...પ્રધાનમંત્રીએ કહ્યું,, ભગવદ ગીતા છે હતાશા ઉપર વિજયનું પ્રતિક....જ્ઞાનનો મહાસાગર ગીતાનું અધ્યયન કરવા યુવાવર્ગને કરી અપીલ....ભગવદ ગીતા મહાત્મા ગાંધી,લોકમાન્ય તિલક જેવા મહાનુભાવો માટે પ્રેરણાસ્ત્રોત..
2....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ, મોહમ્મદ બિન સલમાન સાથે કરી ફોન પર વાત....બન્ને નેતાએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી પરિષદના કામકાજની કરી સમીક્ષા....પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને વધુ વિસ્તરિત કરવાની વ્યક્ત કરી ઈચ્છા
3....દેશમાં પાછલા ત્રણ મહિનામાં ત્રીજી વખત થયા કોરોનાના કુલ સક્રિય કેસ 22 હજારને પાર......દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1 લાખ 89 હજાર 226 થઈ ....દેશમાં અત્યાર સુધીમાં બે કરોડ 56 લાખથી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સિન....તો, દેશમાં કો-વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી...
4... રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો....બુધવારે નોંધાયા કુલ 675 નવા કેસ...તો, 484 દર્દીઓ થયા સાજા....તો, સુરત શહેરમાં વધુ ચાર દર્દીઓમાં મળી આવ્યા કોરોનાના નવા સ્ટ્રેઈન...કોરોનાના કેસ વધતા શાળા- કોલેજોમાં વધારવામાં આવી ટેસ્ટિંગની સંખ્યા...
5....'ઇઝ ઓફ ડુઇંગ”ની સાથે રાજ્ય હવે “ઇઝ ઓફ લીવિંગ”માં પણ શ્રેષ્ઠ.....મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવાની કરી જાહેરાત.....અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ત્રિ-દિવસીય યોગ શિબિરનો સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સમજાવ્યો યોગનો મહિમા
6....ફ્રિજ વિના પણ છ મહિના સુધી સંગ્રહ કરી શકાય તેવી મસાલા છાસ લોન્ચ.....દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બનાસ ડેરીએ હવે છાસ બનાવવા વિકસાવ્યો હાઈટેક પ્લાન્ટ....દરરોજ બે લાખ લિટર મસાલા છાસનું થાય છે ઉત્પાદન....રોજની 80 લાખ લિટર દૂધની આવક સાથે આરોગ્યપ્રદ છાસનું પણ વિતરણ કરશે બનાસડેરી
7...દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવથી મનાવવામાં આવી રહ્યું છે ભગવાન શિવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી.....ગુજરાત સહિત દેશભરના શિવમંદિરોમાં ઉમટ્યા ભક્તો....સોમનાથ જ્યોતિર્લિંગમાં ભક્તોનું ઘોડાપૂર...કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન...તો વડનગરનું પ્રાચીન હાટકેશ્વર મંદિર રોશનીથી ઝગમગ્યુ...