Budget session will discuss three important bills in the Rajya Sabha today| Morning News| 02-2-2021
02-02-2021 | 12:28 pm
Share Now 1
સંસદમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ થયુ રજૂ...આત્મનિર્ભર ભારત, આરોગ્ય , કૃષિ અને માળખાગત સુવિધાઓ પર સૌથી વધુ ભાર...આરોગ્ય ક્ષેત્રમાં 137 ટકા વધુ ફાળવણી..કોવિડ વેક્સિન માટે 345 કરોડની ફાળવણી...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - ગ્રામિણ અને કૃષિ આધારિત બજેટને ગણાવ્યુ આત્મનિર્ભર ભારતનું બજેટ
2
બજેટમાં કૃષિને પ્રોત્સાહન માટે કૃષિમંડળીઓને મજબૂત કરવા ઉપલબ્ધ કરાવાશે કૃષિ અવસંરચના કોષ....ખેડૂતોને લોન મળી રહે તે માટે કૃષિ લોનનો લક્ષ્યાંક વધારી 16 લાખ 50 હજાર કરોડ કરાયો...ગૃહમંત્રી અમિત શાહે બજેટને ખેડૂતના હિતમાં ગણાવ્યુ..
3
બજેટસત્રના ત્રીજા દિવસે આજે રાજ્યસભામાં મહત્વપૂર્ણ ત્રણ વિધેયકો પર થશે ચર્ચા...ચિકિત્સા ગર્ભપાત સંશોધન વિધેયક-2020 સહિતના વિધેયકો પર ચર્ચા...લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવને લઈને ચર્ચા પ્રસ્તાવ..
4
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ સાથે કરી વાત...29 જાન્યુઆરીના રોજ ઈઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના રાજનાયિકો અને પરિસરને વધુ સુરક્ષા આપવા માટે આપી ખાતરી...
5
મ્યાનમારમાં સેનાએ સત્તા કબજે કરી...દેશમાં એક વર્ષ માટે ઈમરજન્સી લાગુ કરાઈ...આંગ સાન સુ કી સહિત અનેક નેતાઓની અટકાયત કરી...ભારતે વ્યક્ત કરી ચિંતા...અમેરિકા ફરી લાગુ કરી શકે છે પ્રતિબંધો..
6
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના 298 કેસ.. તો 406 લોકો થયા સ્વસ્થ.. વડોદરામાં 77, અમદાવાદમાં 64, સુરતમાં 42 અને રાજકોટમાં નોંધાયા 41 કેસ.. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ 51 હજારથી વધારે લોકોનું કરવામાં આવ્યું રસીકરણ.. કોરોના બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 9 અને 11ના વર્ગો થયા શરૂ.. વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ..
7
60 વર્ષથી ઉપરના તેમજ 3 ટર્મ પુરી કરી હોય તેવા નેતાઓને નહીં મળે ટિકીટ.. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય.. તો પક્ષમાં સગાવાદને પણ નહીં મળે સ્થાન..
8
ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે....800માંથી 589 માર્ક્સ મેળવી વધાર્યુ ગુજરાતનું ગૌરવ....પરિવારમાં ખુશીનો માહોલ...સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં મળ્યું સ્થાન..