Cold wave conditions intensify in north India| Morning News| 30-12-2020
30-12-2020 | 8:35 am
Share Now 1...ખેડૂત સુધારાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂત સંગઠનો સાથે સરકારની આજે થશે ચર્ચા..ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર કરાશે વાતચિત...સરકારે મોકળા મને અને ચોખ્ખી નિયત સાથે વિવાદાસ્પદ મુદ્દાઓના ઉકેલ માટે દર્શાવી પ્રતિબધ્ધતા
2..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વર્ચ્યુઅલી ડિજીટલ ઇન્ડિયા-2020 એવોર્ડ કરશે પ્રદાન....ડિજીટલ ઇન્ડિયાના પ્રોત્સાહન માટે નામાંકનથી માંડીને ઓનલાઇન થઇ રહી
છે તમામ પ્રક્રિયા
3.. યુકેથી આવેલા નવા કોરોના વાઇરસના સ્ટ્રેઇનને લઇને ભારત સરકાર સતર્ક....સરકારે દેશની દસ પ્રયોગાશાળાઓમાં શરુ કરી પરિક્ષણ માટેની તૈયારીઓ...કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપી ખાતરી કે તમામ સંક્રમણમાં અસર કરશે રસી...
4..ગુજરાત, પંજાબ, આંન્ધ્રપ્રદેશ અને આસામમાં રસીકરણનું બે-બે જીલ્લામાં ડ્રાયરન પૂર્ણ....રસીકરણની પારદર્શકતા અને તેની પ્રક્રિયાની તૈયારીઓ તેમજ તેના નિરીક્ષણ અને દેખરેખ અંગે સરકારે વ્યક્ત કર્યો સંતોષ..
5..મુંબઇ સ્થિત ભાભા પરમાણુ અનુસંસોધન કેન્દ્ર દ્વારા આઁખોના કેંસર માટે સ્વનિર્મિત થેરાપીનું કરાયું સંસોધન...સર્જન માટે આ પ્લાનને સંભાળવાનો થશે સહેલો...અને સુવિધા જનક ...
6.. ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત....જમ્મુકાશ્મીર, ઉત્તરાખંડ , હિમાચલ પ્રદેશના પર્વતીય પ્રદેશોમાં જબરજસ્ત બરફવર્ષા....દિલ્હી, એનસીઆર સહિત ઉત્તર ભારતમાં હાડથીજાવી દેનારી ઠંડીનો પ્રકોપ......આગામી બે દિવસ સુધી નહીં ઘટે ઠંડી... પહેલી જાન્યુઆરીથી પારો ઉચો ચઢે તેવી શક્યતા...
7...સુરતમાં હવે રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને વાહન હંકારતી વખતે મોબાઇલ પર વાત કરનારા સામે તવાઇ....પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં યોજાયેલી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો લાયસન્સ સસ્પેન્ડ કરવાનો નિર્ણય...વધુ ઝડપે વાહન ચલાવનારાઓનું પણ લાયસન્સ થશે રદ..