COVID19India: Recovery rate improves to 83.53 %| Samachar @ 11 am| 01-10-2020
Live TV
COVID19India: Recovery rate improves to 83.53 %| Samachar @ 11 am| 01-10-2020
01-10-2020 | 1:20 pm
1. ગૃહ મંત્રાલયે અનલોક-5 અંગેની ગાઈડ લાઈન કરી જાહેર- શાળા અને કોચિંગ ઈન્સ્ટીટ્યુ ખોલવા અંગે , રાજ્ય સરકાર 15 ઓક્ટોબર બાદ લઈ શકશે નિર્ણય - 50 ટકાની ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી , મલ્ટીપ્લેક્સ થીયેટર્સ અને મનોરંજન પાર્ક ખોલવાને પણ મળી મંજૂરી.કેન્દ્ર સરકારે જાહેર કરેલી છૂટછાટો અંગે રાજ્ય સરકાર કોરગૃપની બેઠકમાં ચર્ચાના અંતે લેશે નિર્ણય.
2. ભારતમાંથી જતી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ફ્લાઇટસ 31 ઓક્ટોબર સુધી રહેશે બંધ.ભારત સરકાર સંબંધિત કાર્ગો અને મુસાફરો માટેના ઉડ્ડયન રહેશે કાર્યરત.ભારતમાં આવતાં વિદેશી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર કોવિડ આર.ટી.પી.સી.આર. પરિક્ષણનો લઇ શકશે લાભ
3. જીનીવામાં માનવ અધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનની કરી આકરી ટીકા - સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતની કાયમી સભ્ય પદ માટેના અભિયાનના સચિવ પવનબરીએ કહ્યું - ભારત સામેના પાકિસ્તાનના જુઠ્ઠાણાથી નહીં બદલાય સત્ય.પત્રકારો, માનવ અધિકારના સંરક્ષકો, સામાજીક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ અને લઘુમતિ લોકો માટે પાકિસ્તાન રચી રહ્યું છે જીવલેણ જાળ.
4.ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાના પિડીત પરિવાર સાથે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કરી વાતચિત.દોષિતોને કડકમાં કડક સજા ફટકારવાનું પરિવારને આપ્યુ વચન. પિડીત પરિવારને 25 લાખની સહાય તેમજ એક સભ્યને સરકારી નોકરી અને હાથમરસમાં મકાન આપવાની પણ ખાત્રી
5. દેશ સતત લડી રહ્યો છે કોરોના સામે જંગ - ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા કુલ 86 હજાર 821 કેસ - હાલ દેશમાં એક્ટીવ કેસ 14.90 ટકા - 52 લાખ 73 હાજરથી વધુ લોકો થયા સાજા- રિકવરી રેટ વધીને થયો 83.53 ટકા - 24 કલાકમાં 1 હજાર 181 લોકોના મૃત્યુ મૃત્યુદર ઘટીને થયો 1.56 ટકા.
6. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા , કુલ 1 હજાર 390 કેસ - સૌથી વધુ સુરતમાં 298, અમદાવાદમાં 197, રાજકોટમાં 151, વડોદરામાં 133, જામનગરમાં 68, કેસ નોંધાયા - આજે 1 હજાર 372 દર્દીઓ થયા સ્વસ્થ- 11 દર્દીઓના મૃત્યુ.દર્દીઓને ઝડપથી સાજા કરવા માટે અને તણાવમુક્ત કરવા માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં શરૂ કરાશે મ્યુઝિકલ થેરાપી
7.રાજ્યના દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, બહુમાળી મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્સ , સ્કૂલ , કોલેજ અને હોસ્પિટલમાં દર છ મહિને ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું રિન્યુલ ફરજીયાત કરવાનો રા્જય સરકારે કર્યો નિર્ણય.લોકોના જાનમાલ તેમજ મિલકતને આગથી સંરક્ષણ આપવા સરકારે કર્યો નિર્ણય.
8.રાજ્યના ખેડૂતોને કોઇપણ અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી.આગામી 21મી ઓક્ટોબરથી મગફળી માટે મણ દીઠ એક હજાર પંચાવનના ટેકાના ભાવે ખરીદી કરાશે શરૂ - આજથી રજીસ્ટ્રેશન શરૂ - ખેડૂતોને ઓનલાઇન નોંધણી માટે પુરતો સમય આપવામાં આવશે તેવી નીતિન પટેલે રાજ્યના ખેડૂતોને આપ્યું આશ્વાસન.