Evening News @7pm I 20-1-18 DD GIRNAR
20-01-2018 | 9:14 pm
Share Now સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની કામગીરીમાં આવેલી ઝડપ - ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા થયેલી પૂર્ણ - કુલ 2662 બેઠકો ઉપર ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવ્યા.
2. નર્મદાના પાણી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે મુખ્યમંત્રીને લખેલો પત્ર - ભાજપે કોંગ્રેસના નર્મદાના પાણીના મુદ્દે રાજનીતી ન કરવા જણાવ્યું.
3. કેસર કેરી ખાનારા માટે ખુશખબર - ગીરપંથકમાં કેસર કેરીના આંબા પર ભરપૂર માત્રામાં મ્હોર આવ્યા છે - કેસર કેરી પકવતા ખેડૂતોએ જણાવ્યું કે, હાલના સમયમાં સાનુકૂળ વાતાવરણ હોવાથી મબલખ પાક આવશે.
4. બનાસકાંઠાના ખેડૂતે એક અનોખા યંત્રની કરેલી શોધ - જેનાથી છાણીયા ખાતરને થોડીક જ મિનિટોમાં આખા ખેતરમાં પ્રસરાવી સમય અને શક્તિનો બચાવ કરી શકાય છે.
5. પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રીલીઝ ન થાય તે માટે ક્ષત્રિય સભાના આગેવાનોએ રાજય સરકારને કરેલી વિનંતી - રાજય સરકાર દ્વારા હજૂ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
6. સરકાર, સુશાસન, આર્થિક સામાજિક બાબતો વિશે નીતી વિષયક પગલા લઇ રહી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી - સમગ્ર વિશ્વ ભારતની નીતીઓ અને વિકાસ વિશે જાણવા ઉત્સુક.
7. દાઓસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતની વિકાસગાથાનો રજૂ કરશે ચિતાર - ન્યૂ ઇન્ડિયા અને ઇનોવેટીવ ઇન્ડિયા વિશે પણ કરશે વાત.
8. રાજયની રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા અમદાવાદમાં સાયબર સુરક્ષા અંગે યોજાયેલા વર્કશોપ - વર્કશોપમાં કોમ્યુટર એથિક્સ, સાયબરક્રાઇમ, વાઇફાઇ સેફટી, ઓનલાઇન વખતે જરૂરી સુરક્ષાની માહીતી નિષ્ણાતો દ્વારા અપાઇ