Fifth phase of voting underway in West Bengal |Samachar @11 AM|17-4-2021
Live TV
Fifth phase of voting underway in West Bengal |Samachar @11 AM|17-4-2021
17-04-2021 | 11:01 am
1---કોરોના સંકટના કારણે હવે હરિદ્વાર કુંભ મેળાને પ્રતીકાત્મક જ રાખવામાં આવે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી અવધેશાનંદ ગિરી સાથે ફોન પર કરી વાત....કહ્યું, કોરોના સંકટ સામેની લડાઈ લડવામાં મળશે તાકાત... પ્રધાનમંત્રીએ દરેક સંતોના સ્વાસ્થ્યના પૂછ્યા ખબર-અંતર....
2---પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે યોજી વ્યાપક સમીક્ષા બેઠક....12 રાજ્યોમાં આગામી 15 દિવસોમાં ઓક્સિજનની માગ અને વર્તમાન સ્થિતિ પર કર્યું વિસ્તૃત મંથન...
3----કેન્દ્રીય ગૃહસચિવે પત્ર લખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓક્સિજનના વાહનોની અવર-જવર સુનિશ્ચિત કરવા આપ્યો આદેશ...સ્પેશિયલ કોવિડ સુરક્ષા હેઠળ કો-વેક્સિનના ઉત્પાદન પર મૂક્યો ભાર...જુલાઈ-ઓગસ્ટ માસ સુધી દેશમાં 7 ગણો થશે વેક્સિન નિર્માણ....
4---દેશમાં કોરોનાની સ્થિતિ બની ગંભીર...છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2 લાખ 34 હજારથી વધુ કોરોનાના કેસ....તો, 1 હજાર 341 દર્દીઓના થયા મોત....તો, કોરોનાના વધતા સંક્રમણને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે કરશે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક....
5---પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર મતદાન....કોવિડ ગાઈડલાઈન મુજબ થઈ રહ્યું છે મતદાન....તો, લોકસભાની બે અને 9 રાજ્યોની 12 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટી સંખ્યામાં મતદારો કરી રહ્યા છે મતાધિકારનો ઉપયોગ.....
6---પંચમહાલ જિલ્લાની અનુસૂચિત જનજાતિ માટે અનામત મોરવા હડફ વિધાનસભા બેઠક પર મતદાન ચાલુ....મોટી સંખ્યામાં મતદારો કરી રહ્યા છે પોતાના મત્તાધિકારનો ઉપયોગ...મતદાન મથકો પર વહેલી સવારથી જ જોવા મળી છે મતદારોની લાંબી કતારો....ભાજપના નીમિષાબેન સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારા વચ્ચે છે સીધી ટક્કર.....
7----રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 8 હજારને પાર....શુક્રવારે નોંધાયા 8 હજાર 920 નવા કેસ...94 દર્દીઓએ ગુમાવ્યા જીવ...અમદાવાદમાં 2 હજાર 898, સુરતમાં 1 હજાર 920, રાજકોટમાં 759 અને વડોદરામાં નોંધાયા 600 કેસ...શુક્રવારે કુલ 1 લાખ 31 હજારથી વધુ વ્યક્તિઓનું કરાયું રસીકરણ....
8---કોરોનાકાળમાં સેવાકીય સંસ્થાઓ પ્રસરાવી રહી છે માનવતાની મહેક.....ગાંધીનગરમાં હોમ કવોરન્ટાઇન દર્દીઓ માટે શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાઈ નિ:શુલ્ક ટીફીન સેવા...તો, સુરતમાં "નમો " ઓક્સિજન સેવા સેન્ટર દ્વારા કોરોનાના દર્દીઓને ઘેરબેઠા વિનામૂલ્યે ઓક્સિજનની વ્યવસ્થા...
9---2028ના ઓલમ્પિકમાં જો ક્રિકેટને સામેલ કરાશે, તો ભારતીય મહિલા અને પુરૂષ ક્રિકેટ ટીમ લેશે ભાગ....બીસીસીઆઈની મુખ્ય પરિષદે સૈધ્ધાંતિક રીતે લીધો નિર્ણય....તો, મહિલા ક્રિકેટ ટીમ બર્મિઘમમાં યોજાનાર 2022 રાષ્ટ્રમંડળ રમતોમાં પણ લેશે ભાગ...