'Flying Sikh' Milkha Singh dies at 91|Morning News|19-06-2021
19-06-2021 | 9:38 am
Share Now 1---- દેશમાં ચાલી રહેલા રસીકરણના મહાઅભિયાનનો આંકડો 27 કરોડને પાર, .. તો દૈનિક સંક્રમણ કેસની પણ ગતિ પડી ધીમી... છેલ્લા 24 કલાકમાં નોંધાયા 62 હજાર 480 નવા કેસ.. રિકવરી દર થયો 96.03 ટકા...મહારાષ્ટ્રમાં આજથી 30 થી 44 વર્ષના નાગરિકોનું રસીકરણ થશે શરૂ...
2--- જમ્મુ-કાશ્મીરના વિકાસ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી ઉચ્ચસ્તરીય બેઠક... અધિકારીઓને આપ્યા મહત્વના નિર્દેશ.. રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓ 90 ટકા સુધી પહોંચવા પર કરી પ્રશંસા.. રાજ્યના વિકાસને ગણાવ્યો કેન્દ્રની સર્વોચ્ચ પ્રાથમિકતા...
3----ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની જૈફ વયે કોરોનાથી થયું નિધન... પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત મિલ્ખાસિંહે ચંડીગઢમાં લીધા અંતિમ શ્વાસ... રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક ગણમાન્ય લોકોએ વ્યક્ત કર્યો શોક...
4---- બ્લેક ફંગસની સારવારમાં ઉપયોગી લાઇપોઝોલમ એફોટેરિસિન-બી ઈન્જેક્શનની દેશમાં નહીં રહે અછત.. ત્રણ મહિનામાં ઈન્જેક્શનનું ઉત્પાદન કરાયું પાંચ ગણું.. જૂનમાં ત્રણ લાખ 75 હજાર ઈન્જેક્શનનું કરાયું ઉત્પાદન.. તો નવ લાખથી વધુ ઈન્જેક્શન કરવામાં આવ્યા આયાત.. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરી આપી જાણકારી..
5---નવલખી બંદર પર નિર્માણ પામશે 485 મીટરની નવી જેટી.. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્ગો પરિવહન માટે નવી જેટીના બાંધકામ માટે 192 કરોડ રૂપિયાના દરખાસ્તને આપી સૈદ્ધાંતિક મંજૂરી.. નવલખી બંદર પર હવે પરિવહન ક્ષમતા થશે બમણી.. મીઠું, કોલસો, સિરામિક, ચિનાઈ માટી અને મશીનરીના ઉદ્યોગોના માલ પરિવહનમાં મળશે વધુ સુવિધા..
6---રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી... શુક્રવારે નોંધાયા નવા 262 કેસ... તો 776 દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પહોંચ્યો 97.90 ટકા પર... વડોદરામાં 25 , અમદાવાદમાં 43 , સુરતમાં 37 અને રાજકોટમાં નોંધાયા 21 કેસ.. તો રાજ્યમાં સોમવારથી શરૂ થશે વોક-ઈન-વેક્સિનેશન.. તમામ વેક્સિનેશન સેન્ટર પર 18થી 44 વર્ષના લોકોને અપાશે રસી.. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તેમને અપાશે અગ્રતા..
7.. રાજ્યમાં સતત બે દિવસથી મેઘમહેર..... સૌથી વધુ આણંદમાં 7 ઈંચ તો ગણદેવી તાલુકામાં 6 ઈંચ વરસ્યો વરસાદ....તો સાબરકાંઠાના વડાલીમાં અઢી કલાકમાં ખાબક્યો 6 ઈંચ વરસાદ...
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત... આજે પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી...