India dispatches 1,50,000 doses of Covishield vaccine to Bhutan| Samachar @ 11AM| 21-01-2021
20-01-2021 | 11:17 am
Share Now 1---પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોવિડ મહામારીના સમયમાં તમામ દેશોની માનવીય મદદ માટે ભારત છે કટીબધ્ધ...ભૂટાન, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર અને નેપાળ માટે ભારતે આજથી શરૂ કરી કોવિડ વેકસિનની સપ્લાય....અત્યાર સુધી દેશમાં 6 લાખ 31 હજારથી વધુ લોકોને અપાઈ રસી....
2---પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંર્તગત 6 લાખથી વધુ લાભાર્થીઓને આપશે નાણાકીય સહાય...વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાશે કાર્યક્રમ....ઘરનું ઘર લક્ષ્ય પૂર્ણ કરતી આ આવાસ યોજનાને પ્રધાનમંત્રીએ ગણાવી મહત્વની....
3--પ્રકાશપર્વ
4---ખેડુત સંગઠનો અને સરકાર વચ્ચે આજે 10માં તબક્કાની મંત્રણા....સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ..કહ્યું, દેશ અને ખેડુતોને ભ્રમિત કરી રહી છે કોંગ્રેસ...સરકાર ખેડુતો સાથે ખુલ્લા મને વાતચીત કરવા માટે તૈયાર...
5--29 જાન્યુઆરીથી શરૂ થનાર સંસદના બજેટ સત્ર પહેલા તમામ સાંસદોનો કોવિડ-19 ટેસ્ટ હશે ફરજિયાત...લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, બંને ગૃહો ચાલશે અલગ-અલગ સમય મુજબ...તો, બજેટની ડિજીટલ કોપી પણ થશે ઉપલબ્ધ....
6---શપથવિધી પહેલાં અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે લિંકન મેમોરિયલ પર કોવિડ-19થી મૃત્યુ પામેલા ચાર લાખ લોકોને અર્પી શ્રધ્ધાંજલિ...ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વિદાય સંબોધનમાં નવા પ્રશાસનને પાઠવી શુભકામના...
6---પડતર અને બિનફળદ્રુપ જમીનને ફળદ્રુપ બનાવવા માટે રાજ્ય સરકારની નવતર પહેલ...મુખ્યમંત્રી વિજય રુપાણીએ બાગાયત વિકાસ મિશનની કરી જાહેરાત...સમગ્ર રાજ્યની અંદાજે 50 હજાર એકર પડતર જમીન પર પથરાશે હરિયાળી...
7---બાગાયત મિશન હેઠળ ખેડૂતોને સિંચાઇ સહિતની સુવિધાઓ માટે સરકાર આપશે સહાય.. 30 વર્ષની મુદત માટે પડતર જમીનો બાગાયતી, ઔષધિય પાકની ખેતી માટે અપાશે લીઝ પર... પાંચ વર્ષ સુધી નહીં લેવાય કોઇ ભાડુ....
8--દેશ સહિત રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો યથાવત....રાજ્યમાં મંગળવારે નોંધાયા 485 કેસ...709 દર્દીઓ થયા સાજા...દેશભરમાં ઘટી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે વધતાં રસીકરણનો ઉત્સાહ...