01... દેશમાં રસીકરણની તૈયારીઓ પૂરજોશમાં - કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ મંજૂરી બાદ દસ દિવસમાં શરૂ થઇ શકે છે રસીકરણ પ્રક્રિયા - રસીકરણની સંપૂર્ણ પ્રકિયા તૈયાર - કોવિન એપની લેવાશે મદદ - આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને નોંધણીની કોઈ જરૂર નહીં... 02. કોવિડ -19ની સામેની જંગમાં ભારતને સતત મળી રહીછે સફળતા - છેલ્લા 6 મહિનામાં સક્રિય કેસોની સંખ્યા થઈ 2.5 લાખથી પણ ઓછી - રિકવરી દર 96.32 ટકા - વાયરસના નવા સ્ટ્રેઈનથી સંક્રમિત કેસોની કુલ સંખ્યા થઈ 71... 03. દુનિયાભરમાં કોવિડ -19નો કહેર યથાવત - એક દિવસમાં સાડા છ લાખ કેસો આવ્યા સામે - સંક્રમણને રોકવા જર્મનીમાં વધારવામાં આવ્યુ રાષ્ટ્રીય લોકડાઉન - બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના 58 હજાર કેસો સામે આવ્યા - ત્યાર બાદ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને રદ્દ કર્યો ભારતનો પ્રવાસ - પ્રજાસત્તાક પર્વમાં હતા વિશેષ અતિથિ... 04. વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકાના ત્રણ દિવસના પ્રાવસ પર - આજે કરશે શ્રીલંકના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત - બંને દેશોના દ્વિપક્ષીય હિતો પર થશે ચર્ચા... 05. અરવલ્લીના પ્રવાસ દરમિયાન કોરોના રસીની ગુણવત્તા અંગે ફેલાવાઇ રહેલા ભ્રમથી દૂર રહેવા લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી અપીલ- રસી અત્યંત સુરક્ષિત હોવાનો પ્રજાને આપ્યો વિશ્વાસ - કહ્યું ટૂંક સમયમાં જ રાજ્યને મળી જશે રસી - તો અરવલ્લી જિલ્લાના 104 ગામોને હવે પિયત માટે મળશે દિવસે પણ વીજળી - બાયડથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો કરાવ્યો શુભારંભ... 06. ભારતના એક અબજ ડોલરના રમકડાં ઉદ્યોગના વિકાસ માટે સરકારની સૌથી મોટી પહેલ.. કેન્દ્રીય શિક્ષણ વિભાગ અને બાળ અને મહિલા કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ટોયકાથોન-2021નો પ્રારંભ....વિદ્યાર્થીઓ અને મહિલાઓનો લેવાશે સહયોગ... 07. દૂધસાગર ડેરીમાં 15 વર્ષે સત્તાપલટો - અશોક ચૌધરીની પેનલના 13 ઉમેદવારોની જીત જ્યારે વિપુલ ચૌધરીની પેનલના માત્ર 2 ઉમેદવારો જ જીત્યા - પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ખેરાલુ બેઠક પર સરદાર ચૌધરી સામે 13 મતે થઈ હાર... 08. ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય - શિક્ષણ વિભાગે કહ્યું, હવે શિક્ષકો અને કર્મચારીઓને મળશે ફાજલ તરીકેનું કાયમી રક્ષણ - ગ્રાન્ટેડ માધ્યમિંક અને ઉચ્ચતર માધ્યમિંક શાળામાં નવી નિમણૂંક પામનારા કોઇપણ કર્મચારીને વર્ગ કે શાળા બંધ થવાને કારણે નહીં ગુમાવવી પડે નોકરી..