India sustains trend of consistent low level of Active COVID19 Cases| Mid Day News| 01-10-2020
Live TV
India sustains trend of consistent low level of Active COVID19 Cases| Mid Day News| 01-10-2020
01-10-2020 | 1:19 pm
1.રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલ માટે રાજ્ય સરકાર ખાનગી એન્જિનીયર્સની ફાયર ઓફિસર તરીકે કરશે ભરતી - હાઇ રાઇઝડ બિલ્ડિંગ, બહુમાળી મકાનો, કોમર્શિયલ કોમ્પલેક્સ , સ્કૂલ , કોલેજ અને હોસ્પિટલમાં દર છ મહિને ફાયર સેફટીનું સર્ટીફિકેટ મેળવવું બનશે સરળ - લોકોના જાનમાલ મિલકતને આગથી સંરક્ષણ આપવા માટે સરકારનો નિર્ણય.
2.રાજ્યના ખેડૂતોને અન્યાય ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી.આગામી 21મી ઓક્ટોબરથી મગફળી માટે મણ દીઠ એક હજાર પંચાવનના ટેકાના ભાવે ખરીદી કરવા આજથી ઓનલાઇન નોંધણી શરૂ.ખેડૂતોને ઓનલાઇન નોંધણી માટે પુરતો સમય આપવામાં આવશે તેવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું આશ્વાસન
3. વન્ય જીવ સૃષ્ટી અને વનભ્રમણ કરનારા સહેલાણીઓ માટે આજથી પ્રાણીસંગ્રહાલય અને સફારી પાર્ક ખુલ્લા મુકાયા.અમદાવાદનું કાંકરિયા ઝૂ, જૂનાગઢનું સક્કરબાગ અને દેવળીયા લાયન સફારી પાર્ક પણ નિયમો સાથે શરૂ.સ્ટેચ્યુ ઓફ યુનિટિ બંધ પરતું નર્મદાનું સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલય ખુલ્યુ.બાળકો અને વૃધ્ધોને નહીં અપાય પ્રવેશ.
4. ગૃહ મંત્રાલયે અનલોક-5 અંગેની ગાઈડ લાઈન કરી જાહેર- શાળા અને કોચિંગ ઈન્સ્ટીટ્યુ ખોલવા અંગે , રાજ્ય સરકાર 15 ઓક્ટોબર બાદ લઈ શકશે નિર્ણય - 50 ટકાની ક્ષમતા સાથે 15 ઓક્ટોબરથી , મલ્ટીપ્લેક્સ થીયેટર્સ અને મનોરંજન પાર્ક ખોલવાને પણ મળી મંજૂરી.કેન્દ્ર સરકારે જાહેર કરેલી છૂટછાટો અંગે રાજ્ય સરકાર કોરગૃપની બેઠકમાં ચર્ચાના અંતે લેશે નિર્ણય.
5. ભારતમાંથી જતી આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ફ્લાઇટસ 31 ઓક્ટોબર સુધી રહેશે બંધ.ભારત સરકાર સંબંધિત કાર્ગો અને મુસાફરો માટેના ઉડ્ડયન રહેશે કાર્યરત.ભારતમાં આવતાં વિદેશી મુસાફરો દિલ્હી એરપોર્ટ પર કોવિડ આર.ટી.પી.સી.આર. પરિક્ષણનો લઇ શકશે લાભ
6.રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે નોંધાયા , કુલ 1 હજાર 390 કેસ - સુરતમાં આજે નોંધાયા વધુ 104 કેસ - ગત છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કુલ 86 હજાર 821 કેસ - 52 લાખ 73 હજારથી વધુ લોકો થયા સ્વચ્છ- રિકવરી રેટ વધીને થયો 83.53 ટકા - 24 કલાકમાં એક હજાર 181 લોકોના મૃત્યુ - મૃત્યુદર ઘટીને થયો 1.56 ટકા.
7. જીનીવામાં માનવ અધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાનની કરી આકરી ટીકા - સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સચિવ પવનબરીએ કહ્યું - ભારત સામેના પાકિસ્તાનના જુઠ્ઠાણાથી નહીં બદલાય સત્ય.પત્રકારો, માનવ અધિકારના સંરક્ષકો, સામાજીક કાર્યકરો અને ધાર્મિક નેતાઓ અને લઘુમતિ લોકો માટે પાકિસ્તાન રચી રહ્યું છે જીવલેણ જાળ.
8. શેરમાર્કટમાં ફુલગુલાબી તેજી.સેન્સેક્સ અને નિફટી ખુલ્યા ગ્રીન ઝોનમાં.બેન્કિંગ સેક્ટર અને ઓટો સેક્ટરના શેરોમાં ભારે લેવાલીના પગલે સેન્સેક્સમાં પાંચસો પચાસ પોઇન્ટ કરતાં વધુનો ઉછાળો - સેન્સેક્સ 38 હજાર 630 પોઇન્ટ અને નિફટી.11 હજાર ચારસોના અંક પર કરી રહ્યું છે કારોબાર