Less than one lakh cases in the country for the third day in a row| Samachar @ 11 am| 10-6-2021
Live TV
Less than one lakh cases in the country for the third day in a row| Samachar @ 11 am| 10-6-2021
10-06-2021 | 1:23 pm
1...ગુજરાતમાં ચોમાસાનું થયુ સત્તાવાર આગમન...છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ,કપરાડા, નવસારીમાં નોંધાયો બે ઈંચથી વરસાદ....સૌરાષ્ટ્રના અમરેલી,રાજુલામાં સવા ઈંચ નોંધાયો વરસાદ....આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2.... મુંબઈમાં ચોમાસાનું આગમન....ભારે વરસાદને કારણે મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ.......કુર્લા વિસ્તારમાં લોકલ ટ્રેન સેવા તેમજ વાહન વ્યવહાર ખોરવાયો...મુંબઈ, પૂણે અને કોંકણમાં 12 જૂન સુધીમાં ભારે વરસાદની આગાહી...દરિયામાં ઉંચા ઉંચા મોજા આવતા BMCએ ફ્લડ ગેટ કર્યાં બંધ...NDRFની 15 ટીમો રખાઈ સ્ટેન્ડ બાય.....
3.... વર્ષ 2021-22 માટે ખરીફ પાકો માટે MSP મૂલ્યની કેન્દ્ર સરકારે કરી જાહેરાત....ખેડૂતોને મળશે ઉત્પાન ખર્ચના કમસે કમ દોઢ ગણી રકમ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ..આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં થશે વધારો...તો હવે 4G પર દોડશે રેલવે... કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય રેલવેને 700 MHz બેન્ડમાં 5 MHzની ફાળવણીને આપી મંજૂરી....
4... દેશમાં સતત ત્રણ દિવસથી દૈનિક કેસ એક લાખથી પણ ઓછા....છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 94 હજાર 52 નવા કેસ...જો કે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 6 હજાર 148 લોકોનાં મૃત્યુ...સંક્રમણ ઘટતા બિહાર-ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અનલોક તરફ વધ્યા આગળ...દેશભરમાં અત્યાર સુધી 23 કરોડ 90 લાખ લોકોનું રસીકરણ...
5... રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 644 કેસ નોંધાયા, તો 1675 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ પહોંચ્યો 97.11 ટકાને પાર...તો 10 દર્દીઓના થયા મૃત્યુ... અમદાવાદ જિલ્લામાં નવા 98 કેસ, સુરત જિલ્લામાં નવા 100 કેસ, અને વડોદરામાં નવા 130 કેસ સામે આવ્યા...રાજ્યમાં 2 લાખ 66 હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ...
6....રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા નિયંત્રણો કરાયા હળવા...11 જૂનથી સવારના 9થી સાંજના 7 સુધી દુકાનો રાખી શકાશે ખુલ્લી..., હોટેલ, રેસ્ટોરેન્ટ, લાયબ્રેરી અને જિમ્નેશિયમ 50 ટકાની કેપેસિટી સાથે ખોલી શકાશે...તો, વિદેશ જવા માટેની IELTS અને TOEFLની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈન સાથે આપવાની છુટ.....રાજ્યમાં તમામ ધાર્મિક સ્થાનો 11 જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકાશે ખુલ્લા...
7..રસીકરણ અભિયાનમાં રાજકોટ જિલ્લાનો લોધિકા તાલુકો ગુજરાતભરમાં અગ્રેસર.....90 ટકા રસીકરણની કામગીરી કરાઈ પૂર્ણ.....41 ગામોમાં આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અથાક પ્રયાસોથી મળી સફળતા..અનેક ગામોમાં ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાને વચ્ચે પણ તંત્રએ જાગૃતિ ફેલાવી કરાવ્યું મોટી સંખ્યામાં વેક્સિનેશન...
8...દ્વારકામાં કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને મળી રાજ્ય સરકારની સહાય.....જિલ્લા કલેક્ટરે બાળકના પાલક પિતાના ઘરે જઈને લીધી મુલાકાત....નિરાધાર બનેલા બાળક માટે તત્કાર 4 હજારની સહાયની કરી જાહેરાત....