Lockdown in Delhi extended by a week |Evening News| 01-05-2021
Live TV
Lockdown in Delhi extended by a week |Evening News| 01-05-2021
01-05-2021 | 7:10 pm
1..... રેમડેસીવીર ઈન્જેક્શનના કાળાબજાર કરનારાઓ સામે , રાજ્ય સરકારની લાલ આંખ..... ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યુ , ઈન્જેક્શનો અને દવાઓની કાળાબજારી કરનાર સામે ,, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ જેવી , ગંભીર કલમો હેઠળ થશે કાર્યવાહી.....નકલી ઈન્જેક્શન મામલે મોરબીના બે ઉપરાંત , અમદાવાદ, સુરત અને મુંબઈના ઇસમોને , ઝડપી લેવાયા...
2.... કોવિડ સંક્રમણ ના નિયંત્રણ , અને સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની ,, વિદેશમાંથી આયાત પરનો , આઇ.જી.એસ.ટી વેરો ,, રાજ્ય સરકાર ભોગવશે ..... મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.... રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો અને સંસ્થાઓમાં ,, વિનામૂલ્યે અપાનારી સાધન-સામગ્રી ની આયાત પરના વેરાનું ભારણ ,, આયાતકાર પર નહી આવે...
3.... ભરુચ હોસ્પિટલ ની આગની ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ , અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ....... મધરાતે લાગેલી આગમાં , 16 દર્દીઓના થયા મૃત્યુ..... રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિજનોને , રૂ. 4 લાખના વળતરની કરી જાહેરાત....... .તપાસ માટે નિમાયેલા બે સિનિયર IAS અધિકારીઓએ લીધી , હોસ્પિટલની મુલાકાત... જરુરી તપાસના આપ્યા આદેશ...
4.... અમદાવાદ, રાજકોટ, અને સુરત સહિત ,, રાજ્યના સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં શરુ થયું , રસીકરણ.... 18 થી 44 વર્ષના તમામ લોકો લઈ શકશે કોવિડ વેક્સિન.... દેશના કેટલાક રાજ્યોમાં આજથી ,, તો કેટલાક રાજ્યોમાં રસીની ઉપલબ્ધતા અનુસાર , બાદમાં થશે રસીકરણ ની શરુઆત... અત્યાર સુધીમાં દેશમાં , કુલ 15 કરોડ 49 લાખથી વધુ લોકો નું થયું , રસીકરણ ....
5.... દેશમાં શુક્રવારે કોરોનાના નવા , 4 લાખ , 1 હજાર, 993 કેસ નોંધાયા ...... મહારાષ્ટ્રમાં 62 હજાર, 919 , , દિલ્હીમાં 27 હજાર 47 ,, આંધ્રપ્રદેશમાં 17 હજાર 354, અને તમિલનાડુમાં 18 હજાર, 692 નવા કેસ..... દેશમાં કુલ સક્રીય કેસ , 32 લાખ, 68 હજાર, 710.... તો શુક્રવારે 27 લાખ 44 હજાર 485 લોકોનું કરાયું રસીકરણ... અત્યાર સુધીમાં દેશમાં , કુલ 15 કરોડ 49 લાખથી વધુનું રસીકરણ ....
6.... રાજ્યમાં શુક્રવારે નોંધાયા કોરોનાના નવા 14 હજાર 605 કેસ... 173 લોકો ના કોરોનાથી મૃત્યુ...... અમદાવાદમાં નવા 5 હજાર, 391 કેસ,, સુરત શહેરમાં નવા 1 હજાર, 737 ,, અને વડોદરા શહેરમાં નવા 654 કેસ.... રસીકરણ અભિયાન અંતર્ગત હવાઈ માર્ગે કોવિશીલ્ડ વેક્સિનના ,, 3 લાખ ડોઝ અમદાવાદ પહોંચ્યા.... મે મહિનામાં ગુજરાતમાં આવી પહોંચશે,, વેક્સિનના 11 લાખ ડોઝ...
7..... કોરોના સંક્રમણની ચેઈન તોડવા રાજ્યમાં અનેક વિસ્તારો સ્વૈચ્છિક લોકડાઉન તરફ.....રાજકોટમાં રેસકોર્ડ ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગ સુવિધા કરાઈ શરુ....તો દ્વારકામાં રઘુવંશી પરિવારે કોવિડ દર્દીઓ માટે શરુ કરી નિઃશુલ્ક ટિફિન સેવા...સેવાભાવી સંસ્થાઓ મહામારીમાં સેવાયજ્ઞ માટે આવી રહી છે આગળ
8.... ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ,, સી.એમ. ડેશ બોર્ડના માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,, અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ “મારૂં ગામ કોરોના મુક્ત ગામ” ના , રાજ્યવ્યાપી અભિયાન હેઠળ, વિવિધ ગામોના સરપંચ સાથે કર્યો સંવાદ....મુખ્યમંત્રીએ આજથી રાજ્યમાં શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં જોડાવા ,, યુવાનોને કર્યો અનુરોધ
9...... સૌરાષ્ટ્ર - કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા , રાજયના અનેક જિલ્લામાં આગામી 48 કલાકમાં , વરસાદ થવાની શક્યતા.... સાબરકાંઠા, અને બનાસકાંઠા જિલ્લામાં , 30 થી 40 કિ.મી.ની ગતિએ ફૂંકાઈ શકે છે પવન... નવસારીના વાંસદામાં કમોસમી માવઠું..... કચ્છ,સાપુતારાના સરહદીય ગામોમાં પણ , કમોસમી વરસાદ ....