PM Modi to address last ‘Mann Ki Baat’ of this year today| Morning News| 27-12-2020
27-12-2020 | 12:34 pm
Share Now 01. પ્રધાનમંત્રી આજે દેશ સાથે કરશે પોતાના મનની વાત - આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક પર પ્રસારિત થશે કાર્યક્રમ - સ્થાનિક ભાષાઓમાં પણ થશે પ્રસારણ.
02. સરકાર અને ખેડૂતો વચ્ચે મંગળવારે થશે આગળના તબક્કાની વાતચીત - સરકાર દ્વારા ખેડૂત સંગઠનો દ્વારા મોકલાવેલા પ્રસ્તાવનો કરવામાં આવ્યો સ્વીકાર - ભાજપે ખેડૂત આંદોલનના બહાને કોંગ્રેસ પર રાજકિય રોટલીઓ શેકવાનો લગાવ્યો આરોપ.
03. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવમાં કર્યાં અનેક પરિયોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ - શિક્ષણ બાબતે દિવની જાગૃત પ્રજાના કર્યા વખાણ - INS ખુકરી સ્મારકનું પણ કર્યું ઉદઘાટન - રવિવારે દિવ પોર્ટ પર કરશે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું ઉદઘાટન.
04. NTF એ બ્રિટનમાં જોવા મળેલા કોવિડના નવા સ્વરૂપને ધ્યાનમાં રાખીને પરિક્ષણ, ઉપચાર , અને સાવચેતીની રણનીતિ પર કરી ચર્ચા- કહ્યું, વાયરસના બદલાયેલા સ્વરૂપની સામે ઉપચારના પ્રોટોકોલમાં પરિવર્તનની નથી કોઈ જરુર.
05. અનેક યુરોપિય દેશોમાં આજથી શરુ થશે રસીકરણ - જર્મની, હંગેરી , અને Slovakia માં મહામારીની સામે શરુ થયું રસીકરણ - સ્પેન અને ફ્રાન્સમાં આજથી શરુ થશે રસીકરણ કાર્યક્રમ.
06. રાજ્યમાં ઘટ્યો કોરોનાનો વ્યાપ - છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 890 કેસ - જે પૈકી અમદાવાદમાં 185, સુરતમાં 164, વડોદરામાં 139, રાજકોટમાં 78, કેસ આવ્યા સામે - સાથે 1 હજાર 2 દર્દીઓ સ્વસ્થ થઈ પહોંચ્યા ઘરે - જ્યારે 7 દર્દીઓના થયા મૃત્યુ.
07. ઝાલોદના ભાજપના નગરસેવક હિરેન પટેલની હત્યા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યુ, હત્યામાં સંડોવાયેલા લોકોને છોડવામાં આવશે નહીં - પ્રદિપ સિંહ જાડેજાએ હિરેન પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી પાઠવી સાંત્વના - અમદાવાદ ATS અને રાજ્યની અન્ય એજન્સીઓને લગાવાઈ કામે - અત્યાર સુધી 6 આરોપી પકડાયા - અન્ય એકની શોધખોળ ચાલુ.
08. વેરાવળમાં મેડિકલ કોલેજ બનાવવાને મળી સૈદ્ધાંતિક મંજૂરી - કોલેજ માટે વેરાવળની ભાગોળે ફાળવાઈ જમીન - ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીમાં કરાયો સમાવેશ - ગીર સહિત આસપાસના જિલ્લાના મેડિકલના વિદ્યાર્થીઓને મળશે લાભ.
09. ગીરના જંગલમાં સિંહણ અને દીપડાની છૂપાછૂપીની અનોખી ઘટના આવી સામે - સિંહણે દિપડાને પકડવા દોટ લગાવતા દીપડો ઝાડ પર ચઢી જવાના દુર્લભ દ્રષ્યો, વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરના કેમેરામાં થયા કેદ - વન્ય પ્રાણી પ્રેમીઓએ આ ઘટનાને ગણાવી અવિસ્મરણીય.