PM નરેન્દ્ર મોદીએ આજે 47મી G7 શિખર પરિષદના પ્રથમ સંપૂર્ણ સત્રમાં ભાગ લીધો |Mid Day News| 13-6-2021
13-06-2021 | 12:29 pm
Share Now 1....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 સંમેલનના આઉટરીચ સેશનમાં લીધો ભાગ.. પહેલા સત્રની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારી સામે લડવા માટે ભારતના ‘સંપૂર્ણ સમાજ’ ના અભિગમ પર પાડ્યો પ્રકાશ...સંમેલનના અંતિમ દિવસ એટેલે કે આજે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન..
2.. વિદેશમંત્રી એસ જયશંકર કેન્યાના , પ્રવાસે.. કેન્યાના વિદેશ મંત્રી, રેશેલ ઓમામો સાથે કરી, મુલાકાત.. બંને નેતાઓ વચ્ચે , તમામ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા..
3.....દેશ માં, 71 દિવસ બાદ નોંધાયા , કોરોના ના અત્યાર સુધી ના , સૌથી ઓછા, દૈનિક કેસ.... છેલ્લાં 24 કલાક માં ,કોરોના ના, નવા 80 હજાર 834 નવા કેસ....જ્યારે 1 લાખ 32 હજાર 062 દર્દીઓ થયા સ્વસ્થ.... 3 હજાર 303 લોકોના કોરોનાથી મૃત્યુ... રીકવરી રેટ થયો 95.26 ટકા... દેશમાં કુલ સક્રિય કેસ 10 લાખ 26 હજાર 159....તો અત્યાર સુધીમાં દેશમાં 25 કરોડ 31 લાખથી વધુ લોકોનું કરાયુ રસીકરણ.
4.. દેશના અનેક રાજ્યમાં લૉકડાઉન અને કર્ફ્યુને લઈને કરાયા વિવિધ ફેરફાર.. ઝારખંડમાં સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ લૉકડાઉન.. તો બીજી તરફ મિઝોરમમાં પણ એક સપ્તાહ સુધી વધારાયું લૉકડાઉન.. જ્યારે ગોવામાં 21 જૂન સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ.. તો કર્ણાટકમાં 19 જિલ્લામાં આવતીકાલથી લૉકડાઉનમાં અપાઈ કેટલી છૂટછાટ...
5.. ગુજરાતે મેળવી 2 કરોડ રસીના ડોઝ આપવાની અપૂર્વ સિદ્ધી... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સિદ્ધી બદલ તમામ આરોગ્ય કર્મચારીઓને પાઠવ્યા અભિનંદન... રાજ્યમાં 1 કરોડ 55 લાખ લોકોને અપાયો પ્રથમ ડોઝ.. જ્યારે 45 લાખથી વધુ લોકોને અપાયો રસીનો બીજો ડોઝ..
6.. રાજ્યમાં સતત વધી રહ્યો છે રિક્વરી રેટ.. શનિવારે 1 હજાર 278 દર્દીઓ સાજા થતા રિક્વરી રેટ પહોંચ્યો 97.46 ટકાને પાર.. જ્યારે સતત બીજા દિવસે નોંધાયા 500 થી ઓછા કોરોનાના કેસ.. શનિવારે નોંધાયા કોરોનાના નવા 490 કેસ..
7.. કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર.. ચીનની 5જી ટેક્નોલોજીને ટક્કર આપવા માટે જીટીયુ વિકસાવશે સ્વદેશી 5જી એન્ટેના.. લાર્જ એરીયા કવર કરતાં 5જી એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટે