PM નરેન્દ્ર મોદી આજે જી-7 સમિટના બીજા દિવસે વર્ચુઅલ સંમેલનમાં ભાગ લેશે|Morning News| 13-6-2021
13-06-2021 | 9:14 am
Share Now 1....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G7 સંમેલનના આઉટરીચ સેશનમાં લીધો ભાગ.. પહેલા સત્રની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારી સામે લડવા માટે ભારતના ‘સંપૂર્ણ સમાજ’ ના અભિગમ પર પાડ્યો પ્રકાશ...સંમેલનના અંતિમ દિવસ એટેલે કે આજે થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન..
2... નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ જીએસટી પરિષદની 44મી બેઠક.. કોરોનાકાળમાં વપરાતી દવાઓ પર GST દર ઘટાડવાની જાહેરાત.. ટોસીલીઝુમેબ અને એમ્ફોટેરેઝીમ ઈન્જેક્શન પર GST માફ.. રેમડેસિવિર ઈન્જેક્શન પર GST 12 ટકાથી ઘટાડીને કરાયો 5 ટકા..
3.. વિદેશમંત્રી એસ જયશંકર કેન્યાના પ્રવાસે.. કેન્યાના વિદેશ મંત્રી રેશેલ ઓમામો સાથે કરી મુલાકાત.. બંને નેતાઓ વચ્ચે તમામ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દે થઈ ચર્ચા..
4.....દેશમાં 70 દિવસ બાદ નોંધાયા કોરોનાના અત્યાર સુધીના સૌથી ઓછા દૈનિક કેસ.... શનિવારે નોંધાયા કોરોનાના 84 હજાર 332 નવા કેસ....જ્યારે 1 લાખ 21 હજાર 311 દર્દીઓ થયા સ્વસ્થ....4 હજાર 2 લોકોના કોરોનાથી મૃત્યુ...રીકવરી રેટ થયો 95.07 ટકા...દેશમાં કુલ સક્રિય કેસ 10 લાખ 80 હજાર 690....તો અત્યાર સુધીમાં દેશમાં 25 કરોડથી વધુ લોકોનું કરાયુ રસીકરણ
5.. ગુજરાતે મેળવી 2 કરોડ રસીના ડોઝ આપવાની અપૂર્વ સિદ્ધી... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સિદ્ધી બદલ તમામ આરોગ્ય કર્મચારીઓને પાઠવ્યા અભિનંદન... રાજ્યમાં 1 કરોડ 55 લાખ લોકોને અપાયો પ્રથમ ડોઝ.. જ્યારે 45 લાખથી વધુ લોકોને અપાયો રસીનો બીજો ડોઝ..
6.. રાજ્યમાં સતત વધી રહ્યો છે રિક્વરી રેટ.. શનિવારે 1 હજાર 278 દર્દીઓ સાજા થતા રિક્વરી રેટ પહોંચ્યો 97.46 ટકાને પાર.. જ્યારે સતત બીજા દિવસે નોંધાયા 500 થી ઓછા કોરોનાના કેસ.. શનિવારે નોંધાયા કોરોનાના નવા 490 કેસ..
7.. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે કરી લાલ આંખ.. ગર્ભપાત, નારકોટિક્સ તેમજ સાયકોટિપક ડ્રગ્સની દવાનું સોશ્યિલ સાઇટના માધ્યમથી વેચાણ કરનારાઓને ત્યાં પાડ્યા રાજ્યવ્યાપી દરોડા... દરોડામાં રૂપિયા દોઢ કરોડથી વધુની કિંમતની ગર્ભપાતની કીટ કરાઈ જપ્ત... પકડાયેલા આરોપીઓ સામે હાથ ધરાઈ કાયદેસરની કાર્યવાહી..