PM Modi To Address World Environment Day Event today| Samachar @11 AM| 05-06-2021
Live TV
PM Modi To Address World Environment Day Event today| Samachar @11 AM| 05-06-2021
05-06-2021 | 11:40 am
1---- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકની કરી અધ્યક્ષતા... 18 થી 44 વર્ષની વયના યુવા વર્ગ અને 45થી વધુ વયના લોકો સહિત આરોગ્ય કર્મીઓના રસીકરણના કાર્યની મેળવી માહિતી... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનનો બગાડ અટકાવવા માટે આપી સૂચના...
2--- આજે વિશ્વ પર્યાવરણ દિવસ... પર્યાવરણ અને વૃક્ષોની જાળવણી અને તેના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારનો સતત સકારાત્મક અભિગમ.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂણેમાં પર્યાવરણ સાથે સંકળાયેલા કાર્યક્રમમાં કરશે સંબોધન...
3--- રાજ્યમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી... કોરોના કાળમાં આરોગ્ય માટે લાભદાયી ઔષધીય ફૂલ છોડો પ્રત્યે લોકોનો વધ્યો ઝુકાવ... તાપીમાં દર વર્ષે 2000 હેકટરમાં વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષો અને આયુર્વેદને લાગતા ફૂલ છોડોનું રોપણ.. સ્થાનિક લોકોને તેમાંથી મળે છે રોજગારી.. તો રાજકોટમાં સામાજીક વનીકરણ દ્વારા કાર્યરત ૧૬ મહિલા નર્સરીઓમાં રોપાઓની માવજત કરીને અનેક મહિલાઓ મેળવી રહી છે રોજગારી...
4---રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ-ર૦ર૧ આગામી ૧પમી જૂનથી થશે અમલી.. માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન હવે કોર્ટ દ્વારા કરાશે રદ.. લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવું ગુનો.. ગુનો કરનાર અને મદદ કરનાર તમામ સમાન પ્રકારે ગણાશે દોષિત.. જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ૩ વર્ષ અને 5 વર્ષ સુધીની સજા..
5---આરોગ્યના ક્ષેત્રે ગુજરાત માટે ગૌરવ સમાન બાબત... નીતિ આયોગે ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે આપ્યો પ્રથમ નંબર.. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, 86 સ્કોરની સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે.. નીતિ આયોગના ૧૦ સૂચકાંકો દ્વારા કરવામાં આવી પસંદગી..
6--- રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો.... 80 દિવસ બાદ પહેલીવાર નોંધાયા 1 હજાર 120 દર્દી.. તો સામે 3 હજાર 398 દર્દીઓએ આપી કોરોનાને મ્હાત.. રિકવરી રેટ વધીને 96.07 ટકાએ પહોંચ્યો.. 24 કલાકમાં 16 લોકોનાં થયા મોત.. તો સ્થિતિમાં સુધારો થતાં આજથી તમામ સરકારી કચેરીઓ રહેશે ખુલ્લી... તો ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કરી શકશે કામકાજ...
7--- દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો... છેલ્લાં 58 દિવસમાં સૌથી ઓછા દૈનિક કોરોનાના કેસ નોંધાયા.. સક્રિય કેસ 9માં દિવસે પણ બે લાખની અંદર... સતત 30માં દિવસે કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓ સંખ્યા નવા કેસ કરતા વઘુ ,.. છેલ્લાં 24 કલાકમાં 1 લાખ 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે 22 કરોડ 78 લાખથી વઘુ લોકોએ લીધો કોરોના રસીનો ડોઝ... તો ડ્રગ કન્ટ્રોલરે સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને સ્પૂતનિક-વી ના ઉત્પાદન માટેની મંજુરી...
8--- હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ.. અમદાવાદમાં સતત એક કલાક સુધી ભારે પવન અને ગાજવીજ સાથે ખાબક્યો 1 ઈંચ જેટલો વરસાદ... તો ખેડા, આણંદ, ગાંધીનગર, અરવલ્લી સહિત રાજ્યમાં 43 તાલુકામાં ધોધમાર વરસાદ.... ત્રણ તાલુકામાં 3 થી 3.5 ઇંચ જ્યારે આઠ તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ