PM Modi Addresses Nation Through Mann Ki Baat | Mid Day News | 29-8-2021
Live TV
PM Modi Addresses Nation Through Mann Ki Baat | Mid Day News | 29-8-2021
29-08-2021 | 1:00 pm
1--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'કાર્યક્રમ ની 80મી કડીમાં પોતાના વિચારો દેશની જનતા સમક્ષ કર્યા રજૂ... રાષ્ટ્રીય ખેલ દિવસ પ્રસંગે મેજર ધ્યાનચંદનું કર્યુ સ્મરણ.. તો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન વિશે કહ્યું કે સૌના પ્રયાસથી જ દેશ ખેલ જગતના શિખરો સર કરી શકશે... ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલને પણ આપ્યાં અભિનંદન...
2--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને આપી જન્માષ્ટમી પર્વની શુભેચ્છા... તો ભાલકા તિર્થના વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરાતી પ્રવૃતિની કરી સરહાના... જ્યારે નર્મદાના કેવડિયામાં ગાઇડની સાથે રેડિયો જોકી જૂથ દ્વારા સંસ્કૃત ભાષાના કરાતા પ્રચાર પ્રસારની પણ કરી પ્રશંસા... પ્રધાનમંત્રી મોદીએ આઝાદીના 75મા વર્ષમાં લોકોને કંઇક નવું કરવાનો સંકલ્પ લઈને આગળ વધવાની કરી હાકલ...
3--- રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનો ગુજરાત પ્રવાસ.. અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટની લીધી મુલાકાત... ગુજરાતમાં બનેલી કો-વેકસીનની પ્રથમ બેચને કરી રિલીઝ... તો શનિવારે રાજ્યમાં નોંધાયા કોરોનાના 10 કેસ, જ્યારે 14 દર્દીઓ થયાં સાજા..
4--- દેશમાં છેલ્લાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 45 હજારથી વધુ નવા કેસ , તો 35,840 દર્દીઓ થયાં સ્વસ્થ... જ્યારે છેલ્લાં 24 કલાકમાં 73.8 લાખ લોકોનું રસીકરણ થતાં અત્યાર સુધીમાં દેશમાં રસીકરણનો આંક 63 કરોડ 9 લાખને પાર... બીજી તરફ કેરળમાં સતત વધતા સંક્રમણને પગલે આવતીકાલથી લાગુ કરાશે રાત્રિ કર્ફયૂ...
5---કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ.. આજે અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ગાંધીનગર મત વિસ્તારના ધારાસભ્યો સાથે અમદવાદના બોડકદેવમાં કરશે બેઠક... બેઠકમાં વિકાસના કામોની કરાશે સમીક્ષા.....
6--- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેવું આપ્યું આશ્વાસન... કહ્યુ, પીવાના પાણી ઉપર જ હવે કરાશે ધ્યાન કેન્દ્રીત.. હાલ સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે , નર્મદામાં પાણી છોડવાનું રહેશે યથાવત.. તો પીયત વાળા વિસ્તારોમાં પણ મળી રહેશે પાણી..
7--- ટોકિયો પેરાલિમ્પિકમાં ગુજરાતની દિકરી ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ... ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સ વર્ગ-4 કેટેગરીમાં ભારતને અપાવ્યો પ્રથમ મેડલ... ભાવિનાના વતન મહેસાણાના સુંઢિયા ગામમાં પરિવાર સહિત ગ્રામજનોએ ફટકડા ફોડી અને એકબીજાના મોઢા મીઠા કરાવી જીતને વધાવી... .. તો રાજ્ય સરકાર પણ ભાવિનાનું કરશે સન્માન, રૂપિયા 3 કરોડ આપવાની કરાઈ જાહેરાત...
8---આજે શિતળા સાતમ... રાજ્યભરના શીતળા માતાના મંદિરોમાં મહિલાઓ દ્વારા શીતળા માતાની કરાઈ પરંપરાગત પૂજા-અર્ચના... મોરબી, જુનાગઢ, અને સુરેન્દ્રનગર, ધ્રાગંધ્રા સહિત રાજ્યભરમાં શ્રદ્ધાળુઓએ કર્યા શીતળામાતાના દર્શન...........