PM Modi Celebrated Diwali With a Visit To Jaisalmer, Rajasthan | SAMACHAR @ 4 PM |
Live TV
PM Modi Celebrated Diwali With a Visit To Jaisalmer, Rajasthan | SAMACHAR @ 4 PM |
14-11-2020 | 6:19 pm
કોરોના મહામારીના અંધકાર પર ભારે પડ્યો પ્રકાશનો પર્વ.... દેશભરમાં હર્ષોલ્લાસ અને ઉમંગભેર દીવાળીની ઉજવણી... રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ., પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી દેશવાસીઓને દીવાળી પર્વની શુભકામના..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈસલમેની લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે કરી દીવાળીની ઉજવણી... જેસલમેર એરબેઝ પર જવાનોને સંબોધન કરતા સુરક્ષા તંત્રમાં મહિલા શક્તિની ભૂમિકાની કરી સરાહના... તો રાષ્ટ્રની સેવા કરતા જવાનો અને શહીદોને નમન કરતાં કહ્યું., ઈન્ડિયા ફર્સ્ટ, ઈન્ડિયન ફર્સ્ટનો આત્મવિશ્વાસ ફેલાઈ રહ્યો છે ચારે કોર.... સંરક્ષણ ક્ષેત્રે, આત્મનિર્ભર બનવાની દિશામાં ,દેશ ઝડપથી વધી રહ્યો છે, આગળ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વાસીઓને પાઠવી દિવાળી પર્વની શુભકામના.. હોમટાઉન રાજકોટમાં મુખ્યમંત્રી કરી રહ્યાં છે પરિવાર સાથે પ્રકાશ પર્વની ઉજવણી... પોતાની દુકાન આર.રમણિકલાલ એન્ડ સન્માં સાંજે કરશે ચોપડા પૂજન.. વેપારીઓને પણ ચોપડા પૂજનની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું ગુજરાત આત્મનિર્ભર બને અને તમામ લોકો સુખી-સમૃદ્ધ થાય તેવી કામના...
દિવાળી પર્વને લઈને ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર... અંબાજી અને દ્વારકામાં ભક્તોનો ધસારો... તો સાળંગપુરમાં હનુમાનજી દાદાને આઠ કિલો સોનાના હિરા જડીત આભૂષણો અને વસ્ત્રો કરાયા અર્પણ.. વડતાલના ગાદિપતિ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા,..
ગુજરાતમાં, દિવાળીના તહેવારો દરમિયાન ,મેજીક બોક્સથી થઈ રહ્યુ છે ,ખાદ્ય પદાર્થોનું ચેકિંગ.- ભેળસેળિયા ખોરાક - મીઠાઈ નું તત્કાલ થાય છે ,ટેસ્ટિંગ - સરકાર ના ,ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ કમિશ્નર ,કોશિયાનો ભેળ સેળિયાઓ પર કોરડો.
દેશમાં કોરોના સામે જંગ યથાવત... સંક્રમિત કેસની સંખ્યા પાંચ લાખની નીચે.. છેલ્લાં 24 કલાકમાં 47 હજાર 992 દર્દીઓ થયા સાજા... તો રાષ્ટ્રીય સ્તરે કોરોનાનો રિકવરી દર સુધરીને થયો 93.05 ટકા., જ્યારે મૃત્યુદર ઘટીને થયો 1.47 ટકા... વિશ્વમાં 5 કરોડ 37 લાખથી વધુ કોરોના સંક્રમણના કેસ..
રાજ્યમાં ,ગત 24 કલાકમાં ,કોરોનાના કુલ 1152 કેસ - અમદાવાદ મહાપાલિકામાં 190, સુરતમાં 140, અને વડોદરામાં 95 નવા કેસ...1078 દર્દીઓ થયા સાજા. રાજ્યનો રિક્વરી રેટ થયો 91.31 ટકા.
હવે રાજકોટ થશે ,ભિક્ષુકો મુક્ત. રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા, મનપા ,અને શહેર પોલીસ દ્વારા શરૂ કરાયું ,ખાસ અભિયાન. ભિક્ષુકો ,જે જગ્યા પર કરે છે ભિક્ષુ વૃતિ ,ત્યાં જ તેઓ નું કરાશે ,કાઉન્સેલિંગ. ભિક્ષા વૃતિ બંધ કરાવી ને, અન્ય કામ કાજ, રોજગાર ,અને સ્વનિર્ભર જીવન જીવવા માટે કરાશે, કાઉન્સેલિંગ
દોઢ વર્ષથી બનાસકાંઠા જિલ્લાનું રૂપાપરા ગામ કેસલેસ વ્યવહારમાં રાજ્યમાં અવ્વલ... દરેક દુકાનોમાં સ્વાઈપ મશીન થકી મહિને 50 હજાર રૂપિયાનું થતું ટ્રાન્જેક્શન... તો ગામમાં સો ટકા પાકા મકાનો અને સો ટકા શૌચાલયોની વ્યવસ્થા બદલ ગ્રામ પંચાયતને વાસ્મો દ્વારા મળી ચુક્યો છે એવોર્ડ....