PM Modi: Country has to overcome 2nd wave of COVID-19|Morning News|21-4-2021
Live TV
PM Modi: Country has to overcome 2nd wave of COVID-19|Morning News|21-4-2021
21-04-2021 | 8:29 am
1...દેશમાં કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કર્યું સંબોધન... હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડની અછત દૂર કરવા માટે ચોક્કસ પગલા લેવાઇ રહ્યા હોવાની કરી વાત... રાજ્ય સરકારોને શ્રમિકોનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે મદદ કરવાની કરી અપીલ... કહ્યું- લૉકડાઉન હોવો જોઇએ અંતિમ વિકલ્પ...
2...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિન ઉત્પાદકો સાથે યોજી બેઠક... દેશમાં વેક્સિનનું ઉત્પાદન વધારવા પર બેઠકમાં અપાયો ભાર... ભારત બાયોટૅકે પોતાની વાર્ષિક વેક્સિન ઉત્પાદક ક્ષમતા વધારીને 17 કરોડ ડોઝ કરવાનો લીધો નિર્ણય...
3...કોરોના મહામારીને પહોંચી વળવા સરકાર કરી રહી છે યુધ્ધના ધોરણે પ્રયાસ...પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આરોગ્યકર્મીઓનો વીમો એક વર્ષ માટે વધારાયો...રેમડેસિવિરના ઉત્પાદન માટે વપરાતી દવા પર નહીં લાગે આયાત શુલ્ક...
4...કોરોના સંકટ વધતા પુડુચેરીએ કરી લૉકડાઉનની જાહેરાત... કર્ણાટકમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગુ... આ તરફ કોરોના મહામારી વચ્ચે દેશભરમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ... અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ લોકોનું કરાયું રસીકરણ... 95 દિવસોમાં જ આ સિદ્ધિ હાંસલ કરનારો દેશ બન્યો ભારત...
5... રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12 હજાર 206 નવા કેસ સાથે 4 હજાર 339 દર્દીઓ થયા સાજા...121 દર્દીઓના થયાં મૃત્યું... તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 51 હજાર 390 લોકોને અપાઈ રસી... આ તરફ અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4 હજાર 631 કેસ નોંધાયા... તો સૌથી ઓછા ડાંગ જિલ્લામાં 11 કેસ નવા નોંધાયા...
6...રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને 15 જૂન સુધી કૉવિડના દર્દીઓની સારવાર કરવાની રાજ્ય સરકારની મંજૂરી.... તો રાજ્યની હોસ્પિટલોમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીઓને ત્રણ મહીના માટે અપાશે વધુ પ્રોત્સાહક વેતન... મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય...
7...કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બનતા લૉકડાઉન તરફ વધ્યું ગુજરાત... મહેસાણાના વિજાપુરમાં આજે સાંજે 4 વાગ્યાથી 27 એપ્રિલની સવાર સુધી સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત... આ તરફ અંબાજી, પાલનપુર, થરાદ,ધાનેરા સહિતના તાલુકામાં સ્વૈચ્છીક લૉકડાઉનનો લેવાયો નિર્ણય... જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ સિવાયના વેપાર-ધંધા રહેશે બંધ...
8...કોરોનાકાળમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યાંયા છે મોરબીના મુસ્લિમ મહિલા હશીનાબેન લાડકા મન વોરિયર હશીનાબેન... મોરબીની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી આપી રહ્યા છે માનદ સેવા... દર્દીઓની મદદની સાથોસાથ બિનવારસી મૃતદેહોની પરંપરા મુજબ કરે છે અંતિમ વિધિ...સમાજ માટે બન્યા પ્રેરણારૂપ...
9...કોરોના સંકટ વચ્ચે રાજ્યના ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ... અંજાર, સામખિયાળી વિસ્તારમાં બરફના કરા સાથે વરસ્યો વરસાદ... કમોસમી વરસાદના પગલે ખેતરમાં ઉભેલા પાકને નુકશાન.... તો ગરમીમાં મળી આંશિક રાહત....