1....ચૂંટણીને લઈને તમિલનાડુ,કેરળ,પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ.....તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે AIADMKએ 171 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર....ગઠબંધન સહયોગી ભાજપ 20 અને PMK 23 બેઠકો પર લડશે ચૂંટણી....તો અસમ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 26 ઉમેદવારોની ત્રીજી યાદી 2...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ સંસ્કરણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે રજૂ......સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાની 5 લાખથી વધુ નકલોના વેચાણની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત કરાયો છે કાર્યક્રમ 3....ઉત્તરાખંડના ચૌદમાં મુખ્યમંત્રી બન્યા તીરથસિંહ રાવત...રાજયપાલ બેબી રાની મૌર્યએ રાજભવનમાં અપાવ્યા પદ અને ગોપનીયતાના શપથ...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તીરથસિંહ રાવતને આપી શુભકામના...કહ્યું, તીરથસિંહ પાસે વહીવટી અને સંગઠનનો બહોળો અનુભવ... 4....દેશના 6 રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં વધારો યથાવત...છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 18,711 પોઝિટીવ કેસોમાંથી માત્ર આ 6 રાજ્યોમાં જ નોંધાયા કુલ 84.71 ટકા કેસ....તો, દેશમાં કો-વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી... 5... રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો....બુધવારે નોંધાયા કુલ 675 નવા કેસ...તો, 484 દર્દીઓ થયા સાજા....જો કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી એકપણ મૃત્યુ નહી...તો, સુરત શહેરમાં વધુ ચાર દર્દીઓમાં મળી આવ્યા કોરોનાના નવા સ્ટ્રેઈન...કોરોનાના કેસ વધતા શાળા- કોલેજોમાં વધારવામાં આવી ટેસ્ટિંગની સંખ્યા... 6.....રાજ્યના ત્રણ મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત...અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદે થઈ વરણી...મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનોએ પાઠવી શુભેચ્છા... 7....ગાંધીનગરના ગણિતના સહાયક પ્રોફેસર અતુલ દિક્ષીત પ્રતિષ્ઠિત ગેબર ઝેબો પ્રાઇઝ-2021 જીતનાર બન્યા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી....સ્પેશિયલ ફંક્શન્સનો ઉપયોગ કરીને નંબર થિયરીમાં વૈજ્ઞાનિક કાર્ય બદલ કરાઈ પસંદગી...સોસાયટી ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ, યુ.એસ.એ. દ્વારા કરાયા સન્માનિત...... 8....દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવથી મનાવવામાં આવી રહ્યો છે ભગવાન શિવની આરાધનાનો પર્વ મહાશિવરાત્રી.....ગુજરાત સહિત દેશભરના શિવમંદિરોમાં ઉમટ્યા ભક્તો....સોમનાથ જ્યોતિર્લિંગમાં ભક્તોનું ઘોડાપૂર...કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન...તો વડનગરનું પ્રાચીન હાટકેશ્વર મંદિર રોશનીથી ઝગમગ્યુ...