PM Modi launches distribution of e-property cards under SWAMITVA scheme|Samachar @4PM|24-4-2021
Live TV
PM Modi launches distribution of e-property cards under SWAMITVA scheme|Samachar @4PM|24-4-2021
24-04-2021 | 3:58 pm
1.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ , સ્વામિત્વ યોજના અંતર્ગત , ઈ-સંપત્તિ કાર્ડ નું કર્યુ , વિતરણ... કહ્યુ, સ્વામિત્વ યોજના , ગામ અને ગરીબ ના આત્મવિશ્વાસ, ગામના વિકાસ ને, નવી ગતિ આપનાર.. વર્ચ્યુઅલ રીતે આયોજિત, આ કાર્યક્રમ માં, 4 લાખ થી વધુ લોકો ને , તેઓની સંપત્તિ ના , ઈ-પ્રોપર્ટી કાર્ડ નું કરાયું , વિતરણ...
2... પ્રધાનમંત્રી એ, આ વર્ષે પણ , કોરોના સંક્રમણ, ગામ સુધી ન પહોંચવા દેવા , અને રસીકરણ અભિયાન ને , ગામડાઓ માં વેગવંતુ બનાવવા માટે, પંચાયતો ને કર્યુ આહવાન.. કહ્યુ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત , મફત માં, રાશન આપવા ની યોજના ને, ફરી થી કરાઈ છે , શરૂ.. જેના થકી, કોઈપણ પરિવાર, ન સૂઈ શકે ભૂખ્યું..
3--- કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહે , આજે પોતાના મત વિસ્તાર, ગાંધીનગર ના , કોલવડા ની, ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ માં, P.S.A. ઓક્સિજન પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ.... 300 લીટર પ્રતિ મિનિટ ની ક્ષમતા ધરાવે છે ,આ પ્લાન્ટ... ગૃહમંત્રીએ કહ્યું, મુખ્યમંત્રી વિજય રૂપાણી , અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાં નેતૃત્વ માં , ગુજરાત, કોરોના સામે લડી રહ્યું છે ,મજબુત લડાઈ...
4... દેશ ના વિવિધ રાજ્યો માં,ઓક્સિજન પહોંચાડવા ની કામગીરી યથાવત્.. વારાણસી, લખનઉ, નાગપુર , અને નાસિક પહોંચી , ઓક્સિજન એક્સપ્રેસ... કેટલાક રાજ્યો માં , અછત સર્જાતા, ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા, પહોંચાડાઈ રહ્યો છે, ઓક્સિજન...
5... દેશમાં કોરોનાની સ્થિતિ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક... મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોનો પૂરવઠો વધારવા અંગે લેવાયા નિર્ણયો.. ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણો પર મૂળ કસ્ટમ ડ્યુટી અને આરોગ્ય સેસ કરાયો માફ... તો સાથે જ કોવિડ સંબંધિત રસીઓને મૂળ કસ્ટમ ડ્યુટીમાંથી પણ અપાઈ મુક્તિ... તો દેશ માં , કોરોના ના કેસ માં , વિક્રમ જનક વધારો.. છેલ્લાં 24 કલાક માં, દેશમાં નોંધાયા 3 લાખ 46 હજાર 786 નવા કેસ.. તો 2 લાખ 19 હજારથી વધુ દર્દી થયા સાજા..
6--- રાજ્યમાં શુક્રવારે નોંધાયા , કોરોના ના , નવા 13 હજાર 804 કેસ.. તો 142 દર્દીઓનાં થયા મોત.. 5 હજાર 618 લોકોએ , આપી કોરોનાને મ્હાત.. અમદાવાદમાં 5 હજાર 870, સુરતમાં 2 હજાર 817 કેસ.... ગાંધીનગર માં, વધી રહેલાં સંક્રમણ ને જોતાં , મેયરે 24 એપ્રિલ થી 2 મે સુધી સ્વૈચ્છીક લોકડાઉન માટે, નગરજનોને કરી અપીલ.... તો ગાંધીનગર જિલ્લા માં, તમામ જન સેવા કેન્દ્ર, 10 મે સુધી રહેશે, બંધ..
7....દેશ ના, 48 માં મુખ્ય ન્યાયધીશના પદે , જસ્ટિસ N.V. .રમન્ના એ ગ્રહણ કર્યા શપથ... રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , જસ્ટિસ એન.વી.રમન્નાને ,, પદ અને ગોપનીયતાના લેવડાવ્યા શપથ... રાષ્ટ્રપતિ ભવન માં આયોજીત, શપથ ગ્રહણ સમારોહ માં ,, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત, મહાનુભાવો ઉપસ્થિત....