PM Modi in Puducherry & Tamil Nadu today, to inaugurate key projects| Samachar @ 11AM| 25-02-2021
PM Modi in Puducherry & Tamil Nadu today, to inaugurate key projects| Samachar @ 11AM| 25-02-2021
25-02-2021 | 1:33 pm
Share Now 1--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડ્ડુચેરી અને તમિલનાડુના પ્રવાસે ... બંને રાજ્યોને આપશે સ્વચ્છ ઉર્જાથી લઇને રમત-જગતની પરિયોજનાની ભેટ.. પુડ્ડુચેરી અને કોઈમ્બતૂરમાં એક વિશાળ જનસભાને પણ કરશે સંબોધીત... 2--- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામની મુલાકાતે... નગાંવ જિલ્લામાં શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બતાદ્રવ મઠની લેશે મુલાકાત.. મઠનું સૌદર્યકરણ અને વિકાસ સાથે સંકળાયેલી 188 કરોડ રૂપિયાની પરિયોજનાનું કરશે ભૂમિપૂજન... 3----ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે પશ્ચિમબંગાળની મુલાકાતે.... ભાજપના ચૂંટણી ઢંઢેરાની તૈયારી માટેના અભિયાનનો કરાવશે પ્રારંભ.. સાથે જ એક જનસભા અને પરિવર્તન યાત્રા રેલીને પણ કરશે સંબોધન... 4--- પહેલી માર્ચથી દેશમાં શરૂ થશે રસીકરણનો આગામી તબક્કો... 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને 45 વર્ષથી ઉપરના ગંભીર રીતે બીમાર લોકોને આપવામાં આવશે રસી... સરકારી કેન્દ્રોમાં વિનામૂલ્યે અપાશે રસી, તો ખાનગી હોસ્પિટલમાં પૈસા આપીને લોકો લઈ શકશે રસી .. આરોગ્ય મંત્રાલય વેક્સિનનો ભાવ કરશે નક્કી.. અત્યાર સુઘીમાં 1 કરોડ 23 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ... 5---કેટલાંક રાજ્યોમાં કોવિડના વધતા કેસને જોતાં કેન્દ્ર સરકારે મોકલી હાઈ લેવલની ટીમ.. આ ટીમો સંક્રમણ વધવાના કારણો શોધવાની સાથે સ્થાનિક તંત્ર સાથે મળીને કરશે કામ... દેશમાં એક કરોડ સાત લાખથી વધુ લોકોએ આપી કોરોનાને મ્હાત.. રિકવરી રેટ પહોંચ્યો 97.25 ટકા પર.. તો રાજ્યમાં બુધવારે નોંધાયા નવા 380 કેસ,296 દર્દીઓ થયાં સ્વસ્થ.. રાજ્યના 6 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં.. રિકવરી રેટ પહોંચ્યો 97.66 ટકા પર.. 6---રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને પ્રચાર બન્યો વેગવંતો.. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે ચૂંટણી સભા.... તો ભાજપના ઉપપ્રમુખ ગરધન ઝડફિયાએ રાજકોટના સુપેડીમાં કર્યો ચૂંટણી પ્રચાર... તો ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંત ગૌતમે દીવની મુલાકાત દરમિયાન યુવા સંગઠનને મજબુત કરવા પર મુક્યો ભાર... 7--- મજબુત શરૂઆત સાથે ખુલ્યું શેરબજાર... સેન્સેક્સ 532 અંકના ઉછાળા સાથે 51 હજાર 314 ની સપાટી પર કરી રહ્યો છે કારોબાર... તો નિફ્ટીએ વટાવી 15 હજારની સપાટી...- ICICI બેન્ક, એક્સિસ બેન્ક, રિલાયન્સ , ONGC, કોટક મહિન્દ્રા, SBI સહિતના શેરમાં તેજી 8---અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ...- ભારતે ૩ વિકેટના નુકસાને કર્યા 99 રન - પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ.. અક્ષર પટેલે ઝડપી 6 વિકેટ, તો અશ્વિને ૩ અને ઈશાંત શર્માએ લીધી 1 વિકેટ..