PM Modi releases Hindi Version of Odisha Itihaas by Dr. Harekrushna Mahtab| Samachar @4PM| 9-4-2021
Live TV
PM Modi releases Hindi Version of Odisha Itihaas by Dr. Harekrushna Mahtab| Samachar @4PM| 9-4-2021
09-04-2021 | 4:21 pm
1... કોરોનાગ્રસ્ત મોરબીની મુલાકાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી... મુખ્યમંત્રીએ કહ્યું, મોરબીમાં તાત્કાલિક નવી કોરોના ટેસ્ટ લેબ ઉભી કરાશે તો ગ્રામ્ય વિભાગમાં કોવિડ સેન્ટરમાં નવા 500 બેડ ઉભા કરાશે... 700 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન આવતીકાલે અપાશે - મોરબી બાદ રાજકોટની મુલાકાત.....
2... રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ..... ગુરૂવારે નોંધાયા ઓલ ટાઈમ હાઈ 4 હજાર 21 નવા કેસ... તો, 2 હજાર 197 લોકો થયા સાજા.... સુરત અને અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક.... બંને શહેરોમાં નોંધાયા 1 હજાર જેટલા કોરોનાના કેસ.... તો, સુરતમાં સૌથી વધુ 14 દર્દી સાથે , કુલ 35 દર્દીઓએ ગુમાવ્યા જીવ....
3... કોરોના સંક્રમણના વધતા સ્વચ્છિક બંધનો રસ્તો અપનાવી રહેલા નાગરીકો.. સુરતના મોરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન તો દ્વારકામાં સાંજે 6 વાગ્યા પછી વ્યાપારીઓ ધંધા કરશે બંધ.... સાંબરકાંઠામાં કલેક્ટરે સરકારી હોસ્પિટલની લીધી મુલાકાત તો જામનગરમાં નવા કોરોના ટેસ્ટ સેન્ટર ઉભાં કરાયા....
4... છેલ્લાં 24 કલાકમાં કોરોનાના દેશમાં નોંધાયા, 1 લાખ 32 હજાર 878 નવા કેસ, 802 દર્દીના થયા મૃત્યું.... મહારાષ્ટ્રમાં સૌથી વધુ 56 હજાર 286 નવા કેસ નોંધાયા .. તો છત્તિસગઢમાં પણ કોરોનાના કેસ 10 હજારને પાર... વધતા સંક્રમણના કેસને જોતા , રાયપુરમાં 19 એપ્રિલ સુધી પૂર્ણ લોકડાઉન... તો પંજાબ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત , યુપીના કેટલાક જિલ્લાઓમાં પણ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યૂ...
5...કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળી , 24મી મંત્રી મંડળની ઉચ્ચસ્તરીય બેઠક.,. ડો. હર્ષવર્ધને કહ્યું છેલ્લા 24 કલાકમાં , 36 લાખથી વધુ લોકોનું કરાયુ રસીકરણ... અત્યાર સુધીમાં 84 દેશોને મોકવામાં આવ્યો , 6.45 કરોડ વેક્સિનનો ડોઝ...
6.... ખાતરના ભાવને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન.... કહ્યું, ખાતરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી... ખાતર ઉત્પાદન કંપનીઓ પણ આ નિર્ણય સાથે સહમત... ખેડૂતોને જૂના ભાવે જ મળી રહેશે ખાતર...
7... અમદાવાદમાં કૃષ્ણ નગરની અંકૂર સ્કૂલમાં , અચાનક આગ ભભૂકી ઉઠતા , લોકોમાં ચિંતાનો માહોલ.... ફાયર બ્રિગેડની , 5થી વધુ ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો.. આગમાં ફસાયેલા કલર કામ કરી રહેલા 5 લોકોને સલામત બહાર કઢાયાં....શાળા બંધ હોવાથી ટળી મોટી દુર્ઘટના...
8... સામાન્ય તેજી સાથે શરૂ થયેલ શેરબજાર રેડઝોનમાં બંધ... આજે BSE નો સેન્સેક્સ 154 અંકના ઘટાડા સાથે 49,591 પર થયો બંધ તો NSE નો નિફ્ટી 38 અંકના સામાન્ય ઘટાડા સાથે 14,834 પર થયો બંધ... તો એક મહિના બાદ સોનાના ભાવમાં થયો વધારો... સરકારી બેંકોના સ્ટોક્સમાં ખરીદીના પગલે ઉછાળો...