PM Narendramodi to launch Indian Space Association on Monday | Samachar @11AM | 10-10-2021
Live TV
PM Narendramodi to launch Indian Space Association on Monday | Samachar @11AM | 10-10-2021
10-10-2021 | 11:22 am
1.....મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,આજે ગાંધીનગર નજીક ,રુપાલ વરદાયિની માતાજી ના મંદિર પહોંચ્યા.....માતાજીની આરતી અને દર્શનન નો લહાવો લીધો.......ગુજરાત ની વિકાસ યાત્રા અવિરત આગળ વધે, અને દેશ તેમજ દુનિયા કોરોનાથી મહામારી થી મુક્ત થાય ,તે માટે માતાજીના ચરણોમાં ,શીશ ઝુકાવી કરી પ્રાર્થના....મંદિર પરિસર માં ,ગામજનો, અગ્રણીઓએ મુખ્યમંત્રીનું કર્યુ અભિવાદન
2....દેશ ના, 10 શહેરો માં, 82 રુટ પર ,એર કોરિડોર વિકસિત કરવાનું ભારત સરકાર નું આયોજન.......નાગરિક ઉડ્ડયન મંત્રી, જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરી આપી જાણકારી....ગુજરાત માં ,હવે એર એમ્યુલન્સથી ટૂંકા અંતર ની, હેલિકોપ્ટર સર્વિસ બનશે ઉપલબ્ધ.....અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ,હેલિકોપ્ટર સેવા કરાશે શરુ.....
3....આણંદ ના બોરિયાવી ખાતે, કેન્દ્રીય મંત્રી કૈલાસ ચૌધરીએ ,ઔષધિય વનસ્પતિ છોડ નું કર્યુ વૃક્ષારોપણ....વનસ્પતિના ઉપયોગથી ,પાવડર અથવા લિક્વીડ બનાવી વિવિધ રોગોમાં થનારા ફાયદા વિશે મેળવી, જાણકારી......તો કેન્દ્રીય મંત્રી ,પરષોત્તમ રુપાલાએ અમદાવાદ ખાતે ગાંધીજીની શિક્ષણયાત્રા તથા નમામી દેવી નર્મદે સહિત, કુલ 4 પુસ્તકોનું કર્યુ વિમોચન..
4....રાજ્ય માં ઠેર ઠેર જન આશીર્વાદ યાત્રાનું આયોજન....આજે સુરત ના રાંદેરથી કેબિનેટ મંત્રી, પૂર્ણેશ મોદીની જન આશીર્વાદ યાત્રાનો થયો પ્રારંભ.....કાર્યકર્તાઓએ કર્યુ ભવ્ય સ્વાગત.....તો તો આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુરતના મજુરા ખાતે યોજાશે જન આશીર્વાદ યાત્રા.....તો ખેડાના મહેમદાવાદ ખાતે મંત્રી અર્જુનસિંહ ચૌહાણની યોજાઈ જન આશીર્વાદ યાત્રા
5.....ભારત અને ડેન્માર્ક, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં વધારશે સહયોગ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને ડેન્માર્કના પી.એમ. મેટ્ટે ફ્રેડરિક્સન વચ્ચે, હૈદરાબાદ હાઉસમાં થયેલી બેઠકમાં લેવાયા ઘણાં અગત્ય ના નિર્ણય...બેઠક પછી ,સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓ એ ,દ્વિપક્ષીય ચર્ચાને ગણાવી ,સાર્થક.
6....વિદેશ મંત્રી ,એસ.જયશંકર, આજથી કિર્ગિઝ ગણરાજ્ય, કઝાકિસ્તાન, અને આર્મેનિયા ના, 4 દિવસના પ્રવાસ માટે થશે રવાના...પ્રવાસ દરમિયાન, ત્રણેય રાષ્ટ્રો ના નેતાઓ સાથે કરશે, મુલાકાત....દ્વીપક્ષીય સંબંધો વધારવા સહિતના મુદ્દાઓ પર , ત્રણ દેશો સાથે થશે ,ચર્ચા....
7....દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત 94 કરોડ 70 લાખથી વધુ રસીના અપાયા ડોઝ....છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 18 હજાર 166 કેસ....કોરોનાથી રિકવરી રેટ 97.99 ટકા થયો.....નવા કેસ પૈકી 9 હજાર 470 કેસ માત્ર કેરળમાં નોંધાયા....તો, આ તરફ ગુજરાતમાં પણ સતત ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ...શનિવારે નોંધાયા માત્ર 24 નવા કેસ...
8.....ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રીનો રાજ્યભરમાં ઉમંગ....ઠેર ઠેર શેરી ગરબાના આયોજનમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા.... જામનગરમાં થયું વીર મહારાજાઓના વેશભૂષામાં ગરબીનું આયોજન....તો અમરેલીમાં જિલ્લા કક્ષાનો રાસ-ગરબા મહોત્સવ યોજાયો....