Prasar Bharti set a new record
Prasar Bharti set a new record
24-06-2021 | 7:10 pm
Share Now દૂરદર્શન ન્યુઝ અને ઓલ ઈન્ડિયા રેડિયોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. રોયટર્સ ઇન્સ્ટિટ્યૂટની ડિજીટલ ન્યુઝ રિપોર્ટ 2021માં ડીડી ન્યુઝ અને ઓલ ઈન્ડિયા રેડિયોના સમાચારોના વખાણ થયા છે. આ રિપોર્ટમાં કોરોના મહામારી દરમિયાન સત્ય, સચોટ અને વિશ્વસનીય સમાચારો માટે ડીડી ન્યુઝના વખાણ કરવામાં આવ્યા છે. ડીજીટલ ન્યુઝ રિપોર્ટ 2021 માં ડીડી ન્યુઝના પ્રયાસોનું સમર્થન કરીને તેને દેશની સૌથી વિશ્વસનીય ન્યુઝ ચેનલ ઘોષિત કરવામાં આવી છે. સનસનીખેજ સમાચાર અને ટીઆરપીની દોડમાં સામેલ થયા વિના ડીડી ન્યુઝનું વિશ્વસનીય સમાચાર પર ધ્યાન કેન્દ્રીત કરવું તે ભારતના લોકોના મજબુત અને અતુટ વિશ્વાસનું કારણ છે. 73 ટકા લોકોએ ડીડી ન્યુઝ અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રસાર ભારતીના સીઈઓએ આશ્વાસન આપ્યું છે કે, વિશ્વસનીય સમાચાર પ્રદાન કરવાનો અમારો પ્રયાસ હંમેશા યથાવત રહેશે. તો સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ડીડી ન્યુઝ અને આકાશવાણીને સૌથી વિશ્વસનીય પ્રસારક ઘોષિત કરાતા શુભેચ્છા પાઠવી હતી.