President, PM Modi, ministers pay tribute to Atal Bihari Vajpayee on 96th birth anniversary| Samachar @ 11 AM| 25-12-2020
Live TV
President, PM Modi, ministers pay tribute to Atal Bihari Vajpayee on 96th birth anniversary| Samachar @ 11 AM| 25-12-2020
25-12-2020 | 11:24 am
1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાપજેયીની 96મી જન્મજયંતી પ્રસંગે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરશે 18 હજાર કરોડ રૂપિયાની રકમ - દેશના ખેડૂતો સાથે કરશે સંવાદ
2.પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્નથી સન્માનિત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 96મી જન્મજયંતીની ઉજવણી - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ , અને રક્ષામંત્રી રાજનાથસિંહે અર્પી સદૈવ અટલ ખાતે શ્રધ્ધાંજલી- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ અટલજીના જીવન અંગેના પુસ્તકનું વિમોચન.
3.નવા કૃષિ સુધારા કાયદાને ખેડૂત સંગઠનોનું સમર્થન યથાવત - પશ્ચિમ ઉત્તર પ્રદેશના 2 ખેડૂત સંગઠનોએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી આપ્યુ સમર્થન પત્ર- કહ્યું કૃષિ કાયદામાં સંશોધન માટે સરકારે , કોઈના દબાણમાં આવવું જોઈએ નહિં - કૃષિ મંત્રીએ ખેડૂતોનો માન્યો આભાર
4.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની 3 દિવસની મુલાકાતે - રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કરીને બપોરે એક વાગ્યાની આસપાસ પહોચશે દિવ - જલંધર સરકિટ હાઉસના ઉદઘાટન સહિત , તેમની મુલાકાત દરમિયાન, વિવિધ વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે - રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને સલામતીની ચુસ્ત વ્યવસ્થા - તંત્ર ખડેપગે
5.કેટલાય મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો બાદ બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે થઇ વ્યાપાર સમજૂતિ - પ્રધાનમંત્રી બોરિસ જોન્શને કહ્યું કે 2016માં જનમત સંગ્રહમાં અપાયેલા વચનોનું સંપૂર્ણ રીતે કારયું પાલન - બ્રિટનની સંસદ સમજૂતિ અંગે 30મી ડિસેમ્બરે કરશે મતદાન - યુરોપિયન આયોગના વડાએ સમજૂતિને ગણાવ્યો નિષ્પક્ષ અને સંતુલિત.
6.દેશમાં ગુરૂવારે 29 હજાર 791 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત - રિકવરી રેટ વધીને 96 ટકાની નજીક પહોંચ્યો - બ્રિટનમાં વાઇરસના નવા સ્ટ્રેઇનને કારણે 40 દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર મુક્યો પ્રતિબંધ- ફાઇઝર અને અમેરિકા વચ્ચે 100 મિલિયન કોરોના વેક્સિનની થઇ ડીલ
7.રાજ્યમાં ઘટ્યુ કોરોનાનું સંક્રમણ- ગુરૂવારે નોંધાયા નવા 990 કેસ - અમદાવાદમાં 205, સુરતમાં 171, વડોદરામા 125, રાજકોટમાં 107, ગાંધીનગરમાં 30 કેસ નોંધાયા - છેલ્લા 24 કલાકમાં 1 હજાર 181 દર્દીઓ થયા સ્વસ્થ - 8 દર્દીઓના થયા મૃત્યુ- વલસાડના પારડીમાં U.K થી આવેલી મહિલા સંક્રમિત જણાતાં તંત્રમાં મચી દોડધામ
8. ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના આજના 96માં જન્મદિને , રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 248 તાલુકા મથકોએ યોજાશે ''કિસાન કલ્યાણ '' કાર્યક્રમો- લાભાર્થીઓને આપવામાં આવશે કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ અને સહાય - રાજ્યના 51 હજારથી વધુ બુથમાં વાજપેયીજીને પુષ્પાંજલિના કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન - હોસ્પિટલોમાં ફળફળાદીનું કરવામાં આવશે વિતરણ.
9. સમગ્ર વિશ્વની સાથેસાથે દેશભરમાં નાતાલની ઉજવણી - સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19ની તમામ તકેદારી , અને માર્ગદર્શિકાઓના પાલન સાથે થઇ રહી છે ઉજવણી - અમદાવાદ સહિતના દેશભરના ચર્ચો રોશનીથી ઝગમગ્યા.