1....ચૂંટણીને લઈને તમિલનાડુ,કેરળ,પશ્ચિમ બંગાળમાં રાજકીય ગતિવિધિઓ તેજ.....તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે AIADMKએ 171 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર....ગઠબંધન સહયોગી ભાજપ 20 અને PMK 23 બેઠકો પર લડશે ચૂંટણી....તો અસમ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 26 ઉમેદવારોની ત્રીજી યાદી 2...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ ગીતાનું કિંડલ સંસ્કરણ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું રજૂ......સ્વામી ચિદભવાનંદજીની ભગવદ્ગીતાની 5 લાખથી વધુ નકલોના વેચાણની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત કરાયો છે કાર્યક્રમ 3....ઉત્તરાખંડના 14માં મુખ્યમંત્રી બન્યા તીરથસિંહ રાવત...રાજયપાલ બેબી રાની મૌર્યએ રાજભવનમાં અપાવ્યા પદ અને ગોપનીયતાના શપથ...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તીરથસિંહ રાવતને આપી શુભકામના...કહ્યું, તીરથસિંહ પાસે વહીવટી અને સંગઠનનો બહોળો અનુભવ... 4.... દેશમાં અત્યાર સુધીમાં બે કરોડ 56 લાખથી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સિન... દેશના 6 રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં વધારો યથાવત.....બુધવારે કોરોનાના દેશમાં 22 હજાર 854 નવા કેસ નોધાયા....દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1 લાખ 89 હજાર 226 થઈ ....તો, દેશમાં કો-વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલને ઇમરજન્સી ઉપયોગ માટે મળી મંજૂરી... 5... રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો....બુધવારે નોંધાયા કુલ 675 નવા કેસ...તો, 484 દર્દીઓ થયા સાજા....તો, સુરત શહેરમાં વધુ ચાર દર્દીઓમાં મળી આવ્યા કોરોનાના નવા સ્ટ્રેઈન...કોરોનાના કેસ વધતા શાળા- કોલેજોમાં વધારવામાં આવી ટેસ્ટિંગની સંખ્યા... 6....'ઇઝ ઓફ ડુઇંગ”ની સાથે રાજ્ય હવે “ઇઝ ઓફ લીવિંગ”માં પણ શ્રેષ્ઠ.....મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક લાખ યોગ ટ્રેનર તૈયાર કરવા કરી જાહેરાત.....અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ત્રિ-દિવસીય યોગ શિબિરના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સમજાવ્યો યોગનો મહિમા 7.....દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બનાસ ડેરીએ હવે છાશ બનાવવા વિકસાવ્યો હાઈટેક પ્લાન્ટ.....ફ્રીજ વિના પણ છ મહિના સુધી છાશનો સંગ્રહ બનશે શક્ય દરરોજ બે લાખ લિટર મસાલા છાશનું થાય છે ઉત્પાદન....રોજની 80 લાખ લિટર દૂધની આવક સાથે આરોગ્યપ્રદ છાશનું પણ થશે વિતરણ..... 8....દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિભાવથી મનાવવામાં આવી રહ્યું છે ભગવાન શિવની આરાધનાનું પર્વ મહાશિવરાત્રી.....ગુજરાત સહિત દેશભરના શિવમંદિરોમાં ઉમટ્યા ભક્તો....સોમનાથ જ્યોતિર્લિંગમાં ભક્તોનું ઘોડાપૂર...કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન...તો વડનગરનું પ્રાચીન હાટકેશ્વર મંદિર રોશનીથી ઝગમગ્યુ...