Pushkar Singh Dhami to take oath as new Uttarakhand Chief Minister today | Morning New| 04-07-2021
04-07-2021 | 10:09 am
Share Now 1--- ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી આજે સાંજે 5 કલાકે ગ્રહણ કરશે શપથ... ધામીએ જનસેવાને ગણાવી પોતાની પ્રાથમિકતા.. ઉધમસિંહ નગરની ખટીમા, વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે ધામી...
2--- ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપનો દબદબો... કુલ 75 બેઠકમાંથી રેકોર્ડ 67 બેઠક પર લહેરાયો ભાજપ અને સહયોગી દળનો પરચમ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીત બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની ટીમને આપી શુભકામના...
3--- દેશમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો.... છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 44 હજાર 111 નવા કેસ, જ્યારે 57 હજાર 477 દર્દીઓ થયા સ્વસ્થ.... તો 57 દિવસ બાદ દેશમાં કુલ સંક્રમણના સક્રિય કેસની સંખ્યા 5 લાખની નીચે... રિકવરી દર વધીને થયો 97.06 ટકા.... અત્યાર સુધીમાં 35 કરોડથી વધારે લોકોને અપાયો કોરોના રસીનો ડોઝ...
4--- બ્રિટીશ કોલંબિયામાં વિક્રમજનક ગરમી બાદ જંગલમાં લાગી ભીષણ આગ... પશ્ચિમ કેનેડામાં નોંધાઈ આગની 135 જેટલી ઘટના .. આગની ઘટનાઓને પગલે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે પુરજોશમાં....
5--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ડ્રોન કેમેરા મારફતે રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ.... પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કામગીરીની કરી સમીક્ષા....જાન્યુઆરીમાં પ્રધાનમંત્રીએ રૂપિયા 118 કરોડ ખર્ચના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યુ હતું ખાતમુહૂર્ત..
6--- ધોરણ 10 અને 12ના Repeater વિદ્યાર્થીઓની પરીક્ષા , 15 જુલાઈએ જ યોજાશે.... શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું, પરીક્ષાની તમામ તૈયારી થઈ પૂર્ણ.... તો, ગુજકેટની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું,, JEE અને NEET ની પરીક્ષાઓની તારીખ જાહેર થયા બાદ ,, ગુજકેટની પરીક્ષાની તારીખો પણ થશે જાહેર..
7--- રાજ્યમાં હવે મહાનગરોમાં પણ ,, કોરોના સંક્રમણ કાબુમાં.. છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 76 કેસ.. 190 દર્દીઓ થયા સ્વસ્થ... 3 દર્દીના થયા મૃત્યુ, તો બીજી તરફ રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન... છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 30 હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન..