Rajya Sabha adjourned thrice as Opposition pushes for discussion on farmers' protest | Mid Day News| 02-02-2021
Live TV
Rajya Sabha adjourned thrice as Opposition pushes for discussion on farmers' protest | Mid Day News| 02-02-2021
02-02-2021 | 12:33 pm
1 સંસદમાં વર્ષ 2021-22નું સામાન્ય બજેટ થયુ રજૂ...આત્મનિર્ભર ભારત, આરોગ્ય , કૃષિ અને માળખાગત સુવિધાઓ પર સૌથી વધુ ભાર...આરોગ્ય ક્ષેત્રમાં 137 ટકા વધુ ફાળવણી..કોવિડ વેક્સિન માટે 345 કરોડની ફાળવણી...તો ખેતમંડળીઓને મજબૂત કરવા ઉપલબ્ધ કરાવાશે કૃષિ માળખાગત ભંડોળ....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ - ગ્રામિણ અને કૃષિ આધારિત બજેટને ગણાવ્યુ આત્મનિર્ભર ભારતનું બજેટ 2 અમેરિકા અને એશિયાઈ બજારોમાં સારા સંકેતના પગલે આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં સતત તેજીનો માહોલ.....સેન્સેક્સે વટાવી ઐતિહાસિક 50 હજારની સપાટી....સેન્સેક્સમાં જોવા મળ્યો 1400 અંકનો ઉછાળો..તો નિફ્ટી પણ 400 અંકના વધારા સાથે 14,650 પર કરી રહ્યો છે કારોબાર... 3 બજેટસત્રના ત્રીજા દિવસે આજે રાજ્યસભામાં મહત્વપૂર્ણ ત્રણ વિધેયકો પર થશે ચર્ચા...આજે રાજ્યસભામાં વિપક્ષોના હંગામાને કારણે સાડા દસ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી કાર્યવાહી....ચિકિત્સા ગર્ભપાત સંશોધન વિધેયક-2020 સહિતના વિધેયકો પર થશે ચર્ચા.... 4 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ સાથે કરી વાત...29 જાન્યુઆરીના રોજ ઈઝરાયેલ દૂતાવાસ પાસે થયેલા આતંકી હુમલાની કડક નિંદા કરી...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના રાજનાયિકો અને પરિસરને વધુ સુરક્ષા આપવા માટે આપી ખાતરી... 5 મ્યાનમારમાં સેનાએ સત્તા કબજે કરી...દેશમાં એક વર્ષ માટે ઈમરજન્સી લાગુ કરાઈ...આંગ સાન સુ કી સહિત અનેક નેતાઓની અટકાયત કરી...ભારતે વ્યક્ત કરી ચિંતા...અમેરિકા ફરી લાગુ કરી શકે છે પ્રતિબંધો.. 6 રાજ્યમાં સોમવારે નોંધાયા કોરોનાના નવા 298 કેસ.. તો 406 લોકો થયા સ્વસ્થ.. વડોદરામાં 77, અમદાવાદમાં 64, સુરતમાં 42 અને રાજકોટમાં નોંધાયા 41 કેસ.. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ 51 હજારથી વધારે લોકોનું કરવામાં આવ્યું રસીકરણ.. કોરોના બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 9 અને 11ના વર્ગો થયા શરૂ.. 7 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તડામાર તૈયારીઓ.... ગુજરાત કોંગ્રેસે વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા.... ભાજપમાં પણ બેઠકોનો દૌર...4 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામ.. 8 ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષામાં સુરતનો મુદિત અગ્રવાલ દેશમાં બીજા ક્રમે....800માંથી 589 માર્ક્સ મેળવી વધાર્યુ ગુજરાતનું ગૌરવ....પરિવારમાં ખુશીનો માહોલ...સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં મળ્યું સ્થાન.. 9 રાજકોટના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી, માટી વગર કર્યું શાકભાજી અને ફળફળાદીનું વાવેતર....900 પ્લાન્ટમાં 23 શાકભાજી અને ફળો ઉગાડી ખેડૂતો માટે બન્યા પ્રેરણાદાયી...વિજ્ઞાનના શિક્ષક રસિકભાઈ નકુમની ખેતપદ્ધતિથી ભલભલા લોકો અચંબિત થયા