Today PM Modi to launch Ayushman Bharat health insurance scheme| Morning News| 26-12-2020
Live TV
Today PM Modi to launch Ayushman Bharat health insurance scheme| Morning News| 26-12-2020
26-12-2020 | 9:26 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયુષ્યમાન ભારત, PMJAY સેહતની કરશે શરૂઆત.. આ યોજનામાં જમ્મુ-કાશ્મીરના તમામ સ્થાનિકોનો થશે સમાવેશ.. આ યોજનાથી સાર્વત્રિક આરોગ્ય કવરેજ થશે સુનિશ્ચિત... સાથે જ તમામ લોકો અને સમુદાયોને ગુણવત્તાપૂર્ણ તેમજ પરવડે તેવા દરે આવશ્યક આરોગ્ય સેવાઓ કરી શકાશે સુનિશ્ચિત..
2 દેશના 8 કરોડ ખેડૂતો સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્નદાતાને આપ્યો ભરોસો.કહ્યું, ખેડૂતોના વિશ્વાસ પર ઉની આંચ નહી આવવા દે સરકાર... પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રીએ એક ક્લિકથી ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા..
3..- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મુલાકાતે. આજે અનેક પરિયોજનાઓનું કરશે લોકાર્પણ અને શિલાન્યાસ, ગઈકાલે રાષ્ટ્રપતિએ VVIP જલંધર સર્કિટ હાઉસનુ કર્યુ હતું લોકાર્પણ..
4.. ફાસ્ટેગ દ્વારા ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહે 80 કરોડ રૂપિયા પ્રતિદિવસના આંકડાને કર્યો પાર... ફાસ્ટેગ લેવડ-દેવડ 50 લાખ પ્રતિદિવસ રેકોર્ડ સ્તરે પહોચ્યું.. અત્યાર સુધી 2.20 કરોડ ફાસ્ટેગ કરાયા છે જાહેર.. 1 જાન્યુઆરી 2021થી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત....
8.. બોક્સિંગ
3---દેશભરમાં 19 હજારથી વધુ સ્થળોથી ખેડુતોએ સાંભળ્યું પ્રધાનમંત્રીનું સંબોધન.સરકારના વરિષ્ઠ મંત્રી, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, પદાધિકારી, સાંસદ અને ધારાસભ્યો પહોંચ્યા ખેડુતોની વચ્ચે.કૃષિ કાયદાને ગણાવ્યું ખેડુતોના હિતમાં.
4----રાજ્યમાં 52.67 લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં રૂપિયા 1120.72 કરોડની સહાય અર્પણ.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, બે દાયકામાં સરકારે ખેતી સમૃધ્ધિથી રાજ્ય અને રાષ્ટ્રને સમૃધ્ધિની દર્શાવી નવી દિશા.મુખ્યમંત્રીએ 248 તાલુકા મથકોએ ખેડુતો સાથે સાધ્યો સંવાદ.
6---પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્નથી સન્માનિત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીને જન્મજયંતિ નિમિત્તે અપાઈ શ્રધ્ધાંજલિ.સદૈવ અટલ સમાધિ પર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ અટલજીને અર્પણ કર્યા શ્રધ્ધા સુમન.પ્રધાનમંત્રીએ અટલજીના જીવન અંગેના પુસ્તકનું કર્યું વિમોચન.
7---પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલબિહારી વાજપેયીની જન્મજ્યંતિની દેશ સહિત રાજ્યભરમાં સુશાસન દિવસ તરીકે કરાઈ ઉજવણી.ખેડુત કલ્યાણ અને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને વિવિધ કિટ સાથે અપાઈ સહાય.
8--- આગામી સપ્તાહથી દેશના ચાર રાજ્યોમાં કોવિડ વેક્સીનેશન પહેલા શરૂ થશે ડ્રાય રન. 2 હજાર 360 પ્રશિક્ષકો માટે તાલીમનું થશે આયોજન.સાત હજારથી વધુ જિલ્લા તાલીમાર્થીઓએ લીધી ટ્રેનિંગ.
9---રાજ્યમાં ઘટ્યું કોરોનાનું સંક્રમણ. છેલ્લા 24 કલાકમાં નોંધાયા 910 કોરોનાના કેસ.અમદાવાદમાં 191, સુરતમાં 153, વડોદરામાં 138 અને રાજકોટમાં નોંધાયા 83 નવા કેસ.આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પગલે રાજ્યમાં રિક્વરી રેટ પહોંચ્યો 93.97 ટકાએ.
10---સમગ્ર વિશ્વની સાથે દેશ અને રાજ્યભરમાં નાતાલની ઉજવણી.સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19ની તમામ તકેદારી અને માર્ગદર્શિકાઓના પાલન સાથે ખ્રિસ્તી ભાઈ-બહેનો કરી રહ્યા છે ઉજવણી.અમદાવાદ સહિત દેશભરના ચર્ચ રોશનીથી ઝળહળ્યા.