Today PM Modi will releas next instalment of PM Kisan Samman Nidhi Yojana at 12 PM| Morning News| 25-12-2020
Live TV
Today PM Modi will releas next instalment of PM Kisan Samman Nidhi Yojana at 12 PM| Morning News| 25-12-2020
25-12-2020 | 8:40 am
1....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરશે 18 હજાર કરોડ રૂપિયાની રકમ-પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્નથી સન્માનિત સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના 96માં જન્મદિનની સુશાસન દિવસ તરીકે ઉજવણી...
2...નવા કૃષિ સુધારા કાયદાને ખેડૂત સંગઠનોનું સમર્થન યથાવત - પશ્ચિમ ઉત્તર પ્રદેશના 2 ખેડૂત સંગઠનોએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી આપ્યુ સમર્થન પત્ર- કહ્યું કૃષિ કાયદામાં સંશોધન માટે સરકારે કોઈના દબાણમાં આવવું જોઈએ નહિં-કૃષિ મંત્રી એ ખેડૂતોનો માન્યો આભાર
3..કેન્દ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને ફરી ચર્ચા માટે આપ્યુ આમંત્રણ-કૃષિમંત્રીએ કહ્યુ, સરકાર તમામ વાતચીત માટે તૈયાર-માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ, લોકતંત્રમાં સંવાદથી જ નીકળે છે સમાધાન-જલ્દી જ સમાધાનની વ્યક્ત કરી આશા
4......રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્ર શાસિત પ્રદેશ દિવની મુલાકાતે....... રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કરીને બપોરે એક વાગ્યાની આસપાસ પહોચશે દિવ....જલંધર સરકિટ હાઉસના ઉદઘાટન સહિત તેમની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે..રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને સલામતીની ચુસ્ત વ્યવસ્થા..તંત્ર ખડેપગે
5...કેટલાય મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો બાદ બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે થઇ વ્યાપાર સમજૂતિ....પ્રધાનમંત્રી બોરિસ જોન્શને કહ્યું કે 2016માં જનમત સંગ્રહમાં અપાયેલા વચનોનું સંપૂર્ણ રીતે કારયું પાલન..બ્રિટનની સંસદ સમજૂતિ અંગે 30મી ડિસેમ્બરે કરશે મતદાન.... યુરોપિયન આયોગના વડાએ સમજૂતિને ગણાવ્યો નિષ્પક્ષ અને સંતુલિત ...
6...દેશમાં છેલ્લા 24 કલાકમાં 29 હજાર 791 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત - રિકવરી રેટ વધીને 96 ટકાની નજીક પહોંચ્યો-બ્રિટનમાં વાઇરસના નવા સ્ટ્રેઇનને કારણે 40 દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટ પર મુક્યો પ્રતિબંધ-ફાઇઝર અને અમેરિકા વચ્ચે 100 મિલિયન કોરોના વેક્સિનની થઇ ડીલ
7...રાજ્યમાં ઘટ્યુ કોરોનાનું સંક્રમણ-છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 990 કેસ -અમદાવાદમાં 205, સુરતમાં 171, વડોદરામા 125, રાજકોટમાં 107, ગાંધીનગરમાં 30 કેસ નોંધાયા - છેલ્લા 24 કલાકમાં 1 હજાર 181 દર્દીઓ થયા સ્વસ્થ - 8 દર્દીઓના થયા મૃત્યુ
8... ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થઅટલ બિહારી વાજપેયીના આજના 96માં જન્મદિને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 248 તાલુકા મથકોએ યોજાશે.'કિસાન કલ્યાણ ' કાર્યક્રમો..... લાભાર્થીઓને આપવામાં આવશે કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ અને સહાય . . રાજ્યના ૫૧ હજારથી વધુ બુથમાં વાજપેયીજીને પુષ્પાંજલિના કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન ... હોસ્પિટલોમાં ફળફળાદીનું કરવામાં આવશે વિતરણ....
9...દૂષિત પાણીને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તે માટે રાજ્ય સરકારનું મહત્વનું પગલું-વડોદરામાં 2 નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું થશે નિર્માણ-દૂષિત પાણીની ગુણવત્તા સુધારી ઉદ્યોગો અને સિંચાઈ માટે લઈ શકાશે ઉપયોગમાં-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરા-ગાંધીનગર-ભાવનગરમાં વિકાસ કામો માટે રૂપિયા 259 કરોડની આપી મંજૂરી
10.. સમગ્ર વિશ્વની સાથેસાથે દેશભરમાં નાતાલની ઉજવણી... સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ-19ની તમામ તકેદારી અને માર્ગદર્શિકાઓના પાલન સાથે થઇ રહી છે ઉજવણી...અમદાવાદ સહિતના દેશભરના ચર્ચો રોશનીથી ઝગમગ્યા....