The Vaccine was Given to 32,74,672 People in 24 Hours | Samachar @ 11 am| 11-6-2021
Live TV
The Vaccine was Given to 32,74,672 People in 24 Hours | Samachar @ 11 am| 11-6-2021
11-06-2021 | 12:37 pm
1......કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે આજથી ગુજરાત અનલોક....આજથી ધંધા-રોજગાર સાંજે 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા....તો હોટલ-રેસ્ટોરન્ટ,લાયબ્રેરી, જીમમાં સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50 ટકા ગ્રાહકો સાથે કરી શકાશે શરુ.....26 જૂન સુધી છુટછાટ રહેશે અમલી...
2...બે મહિના બાદ આજથી તમામ ધાર્મિક સ્થળો દર્શનાર્થીઓ માટે ખુલ્યા....સોમનાથ, દ્વારકા, ડાકોર, ચોટીલા, શામળાજી અને પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળો પર SOPના પાલન સાથે દર્શનની વ્યવસ્થા....સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખુલતા હરિભક્તોમાં આનંદ...તો, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં નગરદેવી માં ભદ્રકાળીના કર્યા દર્શન...
3.... રાજ્યમાં ગુરૂવારે નોંધાયા કોરોનાના નવા 544 કેસ...તો 1 હજાર 505 દર્દીઓ સાજા થતાં રિકવરી રેટ 97.23 પહોંચ્યો ટકાએ...ગુરૂવારે રાજ્યમાં 2 લાખ 68 હજારથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી...તો, રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અને અન્ય નિયમોને લઈને રાજ્ય પોલીસ વડાએ લોકોને સાવચેત રહેવા આપી સલાહ...
4..દેશમાં સતત 4 દિવસથી દૈનિક કેસ એક લાખથી પણ ઓછા...છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 91 હજાર 702 કેસ...તો, 3 હજાર 403 દર્દીઓના થયા મૃત્યુ...દેશભરમાં અત્યાર સુધી 24 કરોડ 60 લાખ 85 હજારથી વધુ લોકોનું કરાયું રસીકરણ...તો, કોવિન વેબસાઈટ હેક થઈ હોવાની વાત આરોગ્ય મંત્રાલયે ગણાવી અફવા.....
5... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 આઉટરીચ શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી લેશે ભાગ... 12 અને 13 જૂને થશે શિખર સંમેલનનું આયોજન...બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસનને પ્રધાનમંત્રીને આપ્યું નિમંત્રણ... વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી...
6....વિદેશમંત્રી એસ.જયશંકરે કુવૈતના વિદેશમંત્રી શેખ અહમદ નાસિર અલ-મોહમ્મદ અદલ-સબા સાથે કરી મુલાકાત.....બન્ને નેતાઓ વચ્ચે આરોગ્ય, ખાદ્ય, શિક્ષણ,ઉર્જા અને વેપાર સહયોગ સહિતના મુદ્દાઓ પર થઈ સકારાત્મક ચર્ચા.....કુવૈતમાં ભારતીય કામદારોને વધુ કાયદાકીય સુરક્ષા મળે તે માટેના એક MOU પર થયા હસ્તાક્ષર...
7....ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત...ડાંગના ગિરિમથક સાપુતારામાં છેલ્લા પાંચ દિવસથી જામ્યો વરસાદી માહોલ...તો, વલસાડના કપરાડામાં 2 ઈંચ, તો જલાલપોરમાં 4 ઈંચ વરસાદ....અમરેલી અને સેલવાસમાં વાવણીલાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં છવાયો આનંદ...માછીમારોને 14 જૂન સુધી દરિયો ન ખેડવા અપાઈ સૂચના...
8....વલસાડ જિલ્લામાં રોજગાર અર્થે અપડાઉન કરતા નોકરિયાતવર્ગ અને કામદારોને રસીકરણ માટે જિલ્લા વહીવટીતંત્રની અનોખી પહેલ...વધુમાં વધુ લોકો રસી લે તે માટે શરૂ કર્યું રાત્રિ રસીકરણ અભિયાન...વાપી, દમણ, સેલવાસમાં ઔદ્યોગિક વસાહતોમાં કામ કરતા કામદારો માટે ખાસ અભિયાન....
9....BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે કરી ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત......શિખર ધવનની કેપ્તાનીમાં રમાશે ટી-ટ્વેન્ટી અને વન ડે શ્રેણી.....ટીમમાં 6 યુવા ખેલાડીઓને મળ્યું સ્થાન....તો આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા મૂળ ભાવનગરના ચેતન સાકરિયાને પણ મળ્યું સ્થાન...13 જુલાઈથી શરુ થશે વન ડે શ્રેણી.....