આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ કોલેજના અલગ-અલગ ઈજનેર શાખામાં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા છે. આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ઇન્ફોસીસ, જનરલ મોટર્સ અને એમ જી મોટર્સ જેવી મોટી કંપનીઓનો ફાળો મહત્વનો રહ્યો છે.કોરોના જેવા કપરા કાળમાં સામાન્ય વ્યક્તિઓ પણ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે.તેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યના ભણતર માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ મહેનતથી વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથેજ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે.