રામનવમીની દેશભરના વિખ્યાત મંદિરો સાથોસાથ રાજ્યમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..જયશ્રી રામના નાદ સાથે મહેસાણા શહેરમાં ભગવાન રામચંદ્રજીની રંગેચંગે રથયાત્રા નીકળી હતી. રામ સેવા સમિતિ દ્વારા 37મી રથયાત્રાનું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. મહેસાણા શહેરમાં નીકળતી સાત કિલોમીટર લાંબી આ રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.