જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગરમીથી પ્રાણીઓને બચાવવા ખાસ આયોજન
24-03-2018 | 10:36 am
Share Now
ઉનાળા ની આકરી ગરમી માં ,પિંજર માં કેદ પશુ પક્ષી ,અને પ્રાણીઓ ને ,કુદરતી ઠંડક મળે, તેવા પ્રયાસો, દર વર્ષે ,ઝૂ સત્તાધીશો દ્રારા ,થતાં હોય છે ત્યારે ,જૂનાગઢ સકકર બાગ પ્રાણી સંગ્રહલાય માં પણ ,ફુવારા પદ્ધતિ થી ,સિંહ ,દીપડા ,વાઘ ,જેવા ખૂંખાર પ્રાણીઓ ને, ઠંડક આપવા માં આવે છે. તો મોર, પોપટ ,અન્ય વિદેશી પક્ષીઓ ના પાંજરા ને, લીલા કંતાન ની ,આડશ કરી ,તડકો ,અને ગરમી થી ,રાહત આપવા માં આવે છે. ઝૂ ની મુલાકાતે આવતાં પ્રવાસીઓ ,સત્તાધીશો ના ,આ માનવીય અભિગમ ની ,પ્રશંશા કરે છે. ઝૂ અધિક્ષક ,M.K. વાળા એ જણાવ્યું હતુ ,કે ,આ ગરમી નાં દિવસોમાં ,પ્રાણીઓ નો ખોરાક પણ ,ઘટાડી નાખવામા આવે છે ,અને તેઓ નાં સ્વાસ્થ્ય ની ,ચિંતા કરવા મા આવે છે.