મા અમૃતાનંદમયી જેઓ હિન્દુ ધાર્મિક ગુરુ તરીકે પ્રખ્યાત છે. તેઓ અમદાવાદના મહેમાન બન્યા છે. અમ્મા તેમના અનુયાયીઓ અને ભક્તોને ગળે લાગાડીને હકારાત્મક ઉર્જા પ્રદાન કરવા માટે પ્રખ્યાત છે. આથી તેમના અનુયાયીઓ ,હુલામણા નામે "અમ્મા" કે "માતા"ના નામથી સંબોધે છે. દેશ ને દુનિયામાં તેમના હજારો ભક્ત છે. તેઓ આધ્યાતિમક ગુરૂ સાથે તેઓ એક પ્રખર સમાજ સેવીકા પણ છે. બીજાને આનંદ અને તેમની સેવા એ જ પોતાની સેવા અને આનંદના વિચાર પર તેમની સંસ્થા કામ કરે છે. તેમની સંસ્થા દ્વારા ગરીબ અને અસહાય લોકોને ભોજન, રહેઠાણ અને સ્વાસ્થયની સારવાર નિશુલ્ક આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સંતો અને મંહતો તેમજ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા.