ભારતનાં પ્રથમ મહિલા તબીબ આનંદી જોશીની 153મી જન્મ જ્યંતિ પર ગૂગલે ખાસ ડૂડલ તૈયાર કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પી છે,,, મહારાષ્ટ્રમાં જન્મેલા આનંદી ગોપાલરાવ જોશીએ 19 વર્ષની વયે અમેરિકામાં 1884માં મેડિકલનો અભ્યાસ શરુ કર્યો હતો.. તેમના ડોક્ટર બનવા પાછળ પણ એક કારણ છે,,, 14 વર્ષની વયે આનંદીએ પુત્રને જન્મ આપ્યો હતો પણ બીમારીને કારણે માત્ર દસ દિવસમાં નવજાત શીશુનું મૃત્યું થયું હતું... પૂરતી તબીબી સારવારના અભાવે પુત્રનું મોત થતા તેમણે મેડિકલનો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો હતો