વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે રાજકોટની એક યુવતી કે, જે એક એન્જીનીયરીંગ જગતમાં સિતારો બની ચુકી છે એને અવશ્ય યાદ કરવી જ પડે. માત્ર 25 વર્ષની ઉંમરે પ્લાસ્ટિક રોલનું પ્રોડકશન કરતી, મશીનરીનું ઉત્પાદન કરતી રાજુ એન્જીનીયરીંગ નામની કંપનીનું સુકાન, ખુશ્બુ ચંદ્રકાંત દોશીએ હાથમાં લીધું. બસ ત્યારથી તેમને પાછું વળીને જોયું નથી.