ટોક્યો પેરાલિમ્પિક: ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ | Morning News| 29-8-2021
29-08-2021 | 8:36 am
Share Now 1--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માસિક કાર્યક્રમ 'મન કી બાત'ની 80મી કડીમાં ફરી એકવાર પોતાના વિચારો દેશની જનતા સમક્ષ કરશે રજૂ... આજે સવારે 11 કલાકે કાર્યક્રમનું આકાશવાણી અને દુરદર્શનનાં તમામ નેટર્વક પર થશે પ્રસારણ...
2--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી જલિયાંવાલા બાગના પુન: નિર્માણ પામેલા નવા પરિસરનું કર્યુ લોકાર્પણ... પ્રધાનમંત્રીએ કહ્યું, દેશના ક્રાંતિવીરો અને સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા સ્થળોની જાળવણી કરવાનું કાર્ય શરૂ...
3--- આજે હૉકીના જાદૂગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર દેશ મનાવી રહ્યો છે રાષ્ટ્રિય ખેલ દિવસ., કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર આ પ્રંસગે સીટ ઈન્ડિયા એપ કરશે લોન્ચ....
4--- કાબુલ એરપોર્ટ પરથી અમેરિકન સેનાની વાપસી શરૂ થયાં બાદ ફ્રાન્સ અને બ્રિટને કાબુલમાં સુરક્ષીત ઝોનનો મુક્યો પ્રસ્તાવ... બ્રિટને પોતાની સેનાને કાઢવાની કામગીરી કરી પૂર્ણ... તો વિદેશમંત્રી એસ.જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે કરી ચર્ચા..
5---કેન્દ્રીય ગૃહમંત્રી, અમિત શાહના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ.. ગૃહમંત્રીએ શનિવારે અમદાવાદ ક્લેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં ગાંધીનગર લોકસભાના વિકાસ કામોની કરી સમીક્ષા .. સાથે જ, સરકારી યોજનાઓને ઝડપથી લોકો સુધી પહોંચાડવા કરી ,તાકીદ..
6--- દેશમાં 63 કરોડથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન... તો કેરળમાં વધતા કોરોનાના કેસને પગલે આવતીકાલથી શરૂ થશે રાત્રિ કર્ફયૂ... તો ગુજરાતમાં શનિવારે નોંધાયા કોરોનાના 10 કેસ, જ્યારે 14 દર્દીઓ થયાં સાજા... તો આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અંકલેશ્વરમાં, ભારત બાયોટેકના પ્લાન્ટમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને કરશે રિલીઝ...
7--- પાણી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ, પીવાના પાણી ઉપર જ હવે કરવામાં આવશે ધ્યાન કેન્દ્રીત.. હાલ સિંચાઈનું પાણી નહીં છોડવામાં આવે.. પીયત વાળા વિસ્તારોમાં મળી રહેશે પાણી.. નર્મદામાં પાણી છોડવાનું રહેશે યથાવત...
8--- ટોકિયો પેરાલ્મિપિકમાં ઈતિહાસ રચતા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ભારતને અપાવ્યો પ્રથમ મેડલ... ટેબલ ટેનિસમાં ની મહિલા સિંગલના ક્લાસ-4ની કેટેગરીમાં ભાવિના પટેલે હાંસલ કર્યો રજત પદક...