Skip to main content
Settings Settings for Dark

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન,હાલ સુધીમાં દસ મેડલ જીત્યા | Morning News | 01-09-2021

Live TV

X
Gujarati

1  દેશમાં ચાલી રહેલાં રસીકરણના મહાઅભિયાન હેઠળ ફરીથી એક જ દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાઈ કોરોના વેક્સિન.તો કેટલાંક રાજ્યોમાં કોરોનાની માર્ગદર્શિકા સાથે આજથી ખુલી શાળાઓ. સુપ્રીમકોર્ટમાં પણ વર્ચ્યુઅલ સુનાવણી સાથે આજથી પ્રત્યક્ષ સુનાવણીની થઈ રહી છે શરૂઆત..  સપ્તાહમાં ત્રણ દિવસ થશે કેસોની વર્ચ્યુઅલ માધ્યમથી સુનાવણી

2 કોરોનાના કપરા કાળ વચ્ચે પણ દેશની અર્થવ્યવસ્થામાં નોંધાયો મોટો ઉછાળો.. ભારતની GDPમાં આવી બંપર તેજી. બેંકિંગ સેક્ટરમાં આવી મજબૂતી, તો મેનુફેક્ચરિંગનું રિકવરી સ્તર 96 ટકાએ પહોંચ્યું.. રિટેલ મોંઘવારી દર 3 મહિનાના લઘુત્તમ સ્તર પર....મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું આવનારા વર્ષમાં કોવિડના પહેલા જેવો હતો તેવો જ થઈ જશે વિકાસ દર.

3 ગુજરાતે રસીકરણમાં મેળવી વધુ એક સિદ્ધિ. રાજ્યમાં મંગળવારે 8 લાખથી વધુ લોકોને અપાઈ કોરોનાની રસી...માત્ર ઑગસ્ટ માસમાં જ 1 કરોડ 34 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ...  તો કોરોનાના નવા 12 કેસની સામે 12 દર્દીઓ થયા સાજા... જ્યારે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યું નહી..

4 પ્રધાનનમંત્રી નરેન્દ્ર મોદી આજે શિલાભક્તિ વેદાંતા સ્વામી પ્રભુપાદજીની  125મી જન્મજયંતીના અવસરે વિડીયો કોન્ફરન્સિંગના માધ્મયથી 125 રૂપિયાના ખાસ સિક્કાનું કરશે અનાવરણ.. શીલાભક્તિ વેદાંતા સ્વામી પ્રભૂપાદે કરી હતી ઈસ્કોન સંસ્થાની સ્થાપના...

5 અફઘાનિસ્તાનના સંકટ વચ્ચે ભારતની પ્રથમ વખત તાલિબાન સાથે સીધી વાત...દોહાના કતરમાં ભારતીય રાજદૂત દિપક મિત્તલે કહ્યું, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારતમાં આતંક ફેલાવવા ન કરવામાં આવે... તો તાલિબાને ભારત પ્રત્યે દર્શાવ્યું સકારાત્મક વલણ...

6 અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતના દાવા વચ્ચે અમેરિકાની પ્રતિક્રિયા... જો બાઈડને કહ્યું, અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવું એજ અન્ય દેશોના હિત માટેની પહેલી પ્રાથમિકતા... તો  અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઉદય સાથે અમેરિકી સૈન્યના 20 વર્ષના અભિયાનનો આવ્યો અંત...

7 ટોક્યો પેરાલ્મિપિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત.આઠમાં દિવસે આજે ભારતીય પેરાએથ્લેટિક્સ બેડમિન્ટન અને તરણ સ્પર્ધામાં બતાવશે પોતાનું કૌવત... અત્યાર સુધીમાં ભારતીય પેરાખેલાડીઓ કુલ 10 મેડલ કર્યા છે દેશના નામે..

8 રાજ્યમાં ફરી મેઘમહેર વચ્ચે વેધર વૉચ ગ્રુપની યોજાઈ બેઠક. લાંબા વિરામ બાદ મંગળવારે રાજ્યના 194 તાલુકામાં સાર્વત્રિક વરસાદ.વલસાડના ઉમરગામમાં 12 કલાકમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ. તો ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ...અમદાવાદમાં વરસાદી માહોલ....

9 ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ...સૌથી વધુ પ્રવાસીઓએ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઑફ  યુનિટીની લીધી મુલાકાત... તો શિવરાજપુર બીચ પણ બની રહ્યો છે આકર્ષણનું કેન્દ્ર....જન્માષ્ટમીના દિવસે કેવડિયા ખાતે 23 હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા...

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
apply