આંતરરાષ્ટ્રીય
Live TV
-
ભારત-અમેરિકા, મંગળવારથી બંગાળની ખાડીમાં 'ટાઈગર ટ્રાયમ્ફ' કવાયત શરૂ કરશે
31-03-2025 | 7:22 pm
સમાપન સમારોહ 13 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં યુએસ નેવી જહાજ પર યોજાશે.
-
-
ભારતીય વાયુસેના ગ્રીસમાં યોજાનારી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતનો ભાગ બનશે
30-03-2025 | 3:49 pm
ભારતીય વાયુસેના (IAF) હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત બહુ-રાષ્ટ્રીય હવાઈ કવાયત INIOCHOS-25માં ભાગ લેશે. આ કવાયત 31 માર્ચ 2025 થી 11 એપ્રિલ 2025 દરમિયાન ગ્રીસના એન્ડ્રવિડા એર બેઝ ખાતે યોજાશે. IAF ટુકડીમાં Su-30 MKI ફાઈટર પ્લેનની સાથે લડાઇ સક્ષમ IL-78 અને C-17 વિમાનનો સમાવેશ થશે.
-
-
મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપ: ઇલોન મસ્ક દ્વારા સ્ટારલિંક કીટની ઓફર
29-03-2025 | 6:23 pm
સ્ટારલિંક એક સેટેલાઇટ કોન્સ્ટેબલ સિસ્ટમ છે જેનો હેતુ વૈશ્વિક ઇન્ટરનેટ કવરેજ પૂરું પાડવાનો છે. આ સિસ્ટમ ગ્રામીણ અને ભૌગોલિક રીતે અલગ વિસ્તારો માટે આદર્શરૂપ છે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી છે.
-
PM મોદીએ, મ્યાંમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી
28-03-2025 | 6:01 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે મ્યાંમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, ભારત તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
-
ટ્રમ્પની ચેતવણી: અમેરિકન કાર ઉત્પાદકોને કિંમતો ન વધારવા સૂચન
28-03-2025 | 2:54 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકન કાર ઉત્પાદકોને કડક ચેતવણી આપી છે.
-
મ્યાનમારમાં તીવ્ર ભૂકંપ, 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકાથી લોકો ભયભીત
28-03-2025 | 8:13 pm
ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી.
-
ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીઓના શેરમાં કડાકો
28-03-2025 | 10:08 am
ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીના શેર્સમાં કડાકો, કેનેડા જવાબ આપશે
-
ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 40થી વધુ લોકોના મૃત્યુ
28-03-2025 | 9:46 am
મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ
-
ઇઝરાયલ સેનાએ ગાઝામાં 430 થી વધુ સ્થળો પર હુમલો કર્યો, સાથે સીરિયા અને લેબનોનમાં હુમલા યથાવત
27-03-2025 | 10:43 am
સીરિયામાં ઇઝરાયલે ગયા અઠવાડિયામાં 18 લક્ષ્યો પર હુમલો કર્યો હતો
-
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘર અને ઓફિસ પર મોડી રાત સુધી સીબીઆઈએ કરી તપાસ
27-03-2025 | 10:06 am
ભૂપેશ બઘેલના કાર્યાલયે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું
-
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યું જાહેર, 2 એપ્રિલથી વિદેશી કારોની આયાત પર 25 ટકા ટેરિફની કરી જાહેરાત
27-03-2025 | 8:18 am
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે ઉત્પાદકો માટે ખર્ચ વધી શકે છે
-
કોકા-કોલા એ, અમેરિકાના બે રાજ્યોમાંથી 10,000 થી વધુ કેન પાછા ખેંચ્યા
26-03-2025 | 6:05 pm
કોકા-કોલા ઉત્પાદક રેયસ કોકા-કોલા બોટલિંગે, પ્લાસ્ટિક દૂષણની ચિંતાને કારણે બજારમાંથી આ બોટલો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો.
-
ટ્રમ્પે ભારતીય ચૂંટણી પ્રણાલીને ગણાવી આદર્શ, અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં સુધારાની કરી વાત
26-03-2025 | 10:55 am
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ચૂંટણી પ્રણાલીમાં ફેરફાર કરવાની વાત કરી છે. આ માટે તેમણે એક આદેશ જારી કર્યો છે. તે ચૂંટણીઓ યોજવાની રીતમાં ફેરફાર વિશે વાત કરે છે. આ આદેશમાં મતદારોને તેમની યુએસ નાગરિકતા સાબિત કરવા અને ચૂંટણીના દિવસ સુધીમાં ફક્ત મેઈલ-ઈન અથવા પોસ્ટલ બેલેટની ગણતરી થાય તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, બિન-અમેરિકી નાગરીકોને ચોક્કસ ચૂંટણીઓમાં દાન આપવાથી રોકવાનો પ્રસ્તાવ છે.
-
કાળા સમુદ્રમાં લશ્કરી કાર્યવાહી બંધ કરવા રશિયા-યુક્રેન સંમત
26-03-2025 | 10:25 am
અમેરિકાની મધ્યસ્થી હેઠળની વાટાઘાટો દરમિયાન રશિયા અને યુક્રેન કાળા સમુદ્ર અને ઉર્જા સ્થળો પર લશ્કરી હુમલાઓ રોકવા સંમત થયા છે. સોમવારે રિયાધમાં રશિયન અને યુએસ પ્રતિનિધિઓ વચ્ચે 12 કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ આ વાટાઘાટો થઈ.
-
ભારતીય મૂળના જય ભટ્ટાચાર્ય અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના બન્યા ડિરેક્ટર
26-03-2025 | 10:07 am
ભારતીય મૂળના યુએસ સેનેટર જય ભટ્ટાચાર્યને યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંગળવારે સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર ભટ્ટાચાર્યની નિમણૂક 53-47 મતથી કરવામાં આવી હતી.
-
-
અમેરિકન અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે
25-03-2025 | 10:51 am
અમેરિકી અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે આવશે, ભારતીય અધિકારીઓ સાથે વેપારની બેઠક ચર્ચા થશે
-
સનામાં યુએસ કરેલા હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત, 15 ઘાયલ
24-03-2025 | 9:11 am
યમનની રાજધાની સનામાં એક રહેણાંક મકાનને નિશાન બનાવતા અમેરિકાના હવાઈ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 15 અન્ય ઘાયલ થયા છે. સનાના પશ્ચિમી ઉપનગર અસરમાં થયેલા હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં 3 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
-
એટર્ની જનરલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી, વધતા વિરોધ વચ્ચે ઈઝરાયલ કેબિનેટની મંજૂરી
24-03-2025 | 8:50 am
ઈઝરાયલના મંત્રીમંડળે એટર્ની જનરલ ગાલી બહારવ-મિયારા સામે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. શિન બેટ સુરક્ષા વડા રોનેન બારને બદલવાના સરકારના પ્રયાસને લઈને શુક્રવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બહારવ-મિયારા વચ્ચે ઝઘડો થયો હતો.
-
લેબનોને ઈઝરાયલ પર હુમલાઓ વધારવા અને યુદ્ધવિરામનો ભંગ કરવાનો લગાવ્યો આરોપ
24-03-2025 | 8:00 am
લેબનોને ઇઝરાયલ પર વિવિધ બહાના હેઠળ હુમલાઓ વધારવાનો આરોપ મૂક્યો છે, ખાસ કરીને લિટાની નદીના ઉત્તર અને દક્ષિણમાં, જેના કારણે જાનહાનિ અને વિનાશ થયો છે."ઈઝરાયલી દળોએ હવાઈ હુમલા બંધ કર્યા ન હતા. આજે સવારે, એન્જિનિયરિંગ અને લશ્કરી વાહનોએ ટેકનિકલ વાડ ઓળંગી અને દક્ષિણ લેબનોનના ર્મેશ ગામની બહારના વિસ્તારમાં વાડી કાટમૌનમાં ખોદકામ કામગીરી હાથ ધરી," લેબનીઝ સેનાના માર્ગદર્શન નિર્દેશાલયે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
-
-
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 388 ભારતીયો સ્વદેશ પરત ફર્યા : વિદેશ મંત્રાલય
21-03-2025 | 8:27 pm
કેન્દ્ર સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમેરીકામાં ગેરકાયદે ધુસણખોરી કરતા પકડાયેલા કુલ 388 લોકો ભારત પરત આવ્યા છે
-
ઇઝરાયેલ ગાઝાના હુમલામાં બે દિવસમાં ૬૦૦ના મોત
21-03-2025 | 10:46 am
ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
-
ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર
21-03-2025 | 8:20 am
વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર, છેલ્લા 40 વર્ષોમાં શિક્ષણ વિભાગમાં ભારે ખર્ચ કરવા છતાં શિક્ષણમાં સુધારો જોવા મળ્યો નથી.
-
ઇઝરાયલી એરપોર્ટ અને US એરક્રાફ્ટ કેરિયર પર મિસાઇલ હુમલો: હુતી બળવાખોરોનો આરોપ
20-03-2025 | 6:15 pm
યમનના હુતી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે ગુરુવારે સવારે તેલ અવીવમાં ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો.
-
-
ઇઝરાયલી હવાઈ હુમલાઓ ચાલુ રહેવાથી ગાઝામાં વ્યાપક અસ્થિરતા ફેલાઈ શકે છે: UAE
19-03-2025 | 11:19 am
આંતરરાષ્ટ્રીય સમુદાયને નવેસરથી યુદ્ધવિરામ માટે દબાણ કરવા વિનંતી કરી
-
સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના સાગર વિસ્તારમાં કર્યું હતું લેન્ડિંગ
19-03-2025 | 8:08 am
નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા
-
-
ગાઝામાં યુદ્ધવિરામ પછી ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા
18-03-2025 | 8:49 am
આ વર્ષે 19 જાન્યુઆરીએ હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો
-
-
અમેરિકાએ યમનમાં કર્યો હવાઈ હુમલો, 53 લોકોના મોત, 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત
17-03-2025 | 11:04 am
યમનની રાજધાની સના અને અન્ય વિસ્તારોમાં યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 53 લોકો માર્યા ગયા. આમાં 5 મહિલાઓ અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલાઓમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકી સેનાએ ઈરાન સમર્થિત હુતી બળવાખોરોના ઠેકાણાઓ પર આ હુમલા કર્યા હતા.
-
સુનિતા વિલિયમ્સ મંગળવારે અવકાશથી પરત ફરશે
17-03-2025 | 10:56 am
નાસાએ પુષ્ટિ આપી છે કે અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર મંગળવારે પૃથ્વી પર પાછા ફરશે. તે છેલ્લા નવ મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ફસાયેલા હતા. તેમની સાથે, નાસાના નિક હેગ અને રશિયન અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં પાછા ફરશે.
-
-
-
યમનમાં હુતી બળવાખોરો પર અમેરિકાના હુમલામાં 22 લોકોના મોત, ટ્રમ્પની કડક ચેતવણી
16-03-2025 | 10:29 am
અમેરિકાએ શનિવારે યમનમાં હુતી બળવાખોરો પર મોટો હુમલો કર્યો, જેમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, હૂતી વિદ્રોહીઓ સામે નિર્ણાયક લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો હુતી બળવાખોરો હુમલા ચાલુ રાખશે તો તેમની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ થઈ જશે.
-
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન આજે પાંચ દિવસની ભારત મુલાકાતે આવશે.
16-03-2025 | 9:28 am
ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન રવિવારે પાંચ દિવસની મુલાકાતે ભારત આવી રહ્યા છે. પદ સંભાળ્યા પછી આ તેમની પહેલી સત્તાવાર મુલાકાત હશે.20 માર્ચ સુધીની આ પાંચ દિવસની મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહી છે. પીએમ લક્સનની મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંબંધોને મજબૂત બનાવવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે.
-
ગાઝા પર ઇઝરાયલી ડ્રોન હુમલામાં નવ લોકોના મોત
16-03-2025 | 9:07 am
ગાઝા પર ઇઝરાયલી ડ્રોન હુમલામાં નવ લોકોના મોત શનિવારે ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ડ્રોન હુમલામાં નવ લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા.
news archive
31-03-2025
સોમવાર
29-03-2025
શનિવાર
25-03-2025
મંગળવાર