ઇઝરાયલ સેનાએ ગાઝામાં 430 થી વધુ સ્થળો પર હુમલો કર્યો, સાથે સીરિયા અને લેબનોનમાં હુમલા યથાવત
Live TV
-
સીરિયામાં ઇઝરાયલે ગયા અઠવાડિયામાં 18 લક્ષ્યો પર હુમલો કર્યો હતો
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ગાઝામાં તેના ઘાતક હવાઈ અને જમીન અભિયાન ફરી શરૂ કર્યા પછી તેની વાયુસેનાએ 430 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.સેનાએ બુધવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે આ બધા 'આતંકવાદીઓના ઠેકાણા' હતા. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર 18 માર્ચે ગાઝા પર હુમલા ફરી શરૂ થયા. જેના કારણે બે મહિનાના યુદ્ધવિરામનો અંત આવ્યો અને લગભગ 830 લોકો માર્યા ગયા છે.
સીરિયામાં ઇઝરાયલે ગયા અઠવાડિયામાં 18 લક્ષ્યો પર હુમલો કર્યો હતો
7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલા બાદ ઇઝરાયલે શરૂ કરેલા આક્રમણ પછી ગાઝામાં કુલ મૃત્યુઆંક 50,000 ને વટાવી ગયો છે. હમાસના હુમલામાં આશરે 1,200 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલે સીરિયા અને લેબનોનમાં પણ હુમલા ચાલુ રાખ્યા.સેનાએ જણાવ્યું હતું કે સીરિયામાં ઇઝરાયલે ગયા અઠવાડિયામાં 18 લક્ષ્યો પર હુમલો કર્યો હતો, જેમાં મંગળવાર અને ગયા ગુરુવારે હવાઈ હુમલાનો સમાવેશ થાય છે. જેમાં ફાઇટર જેટ્સે તાડમુર અને ટી-4 બેઝ પર બાકી રહેલી વ્યૂહાત્મક લશ્કરી ક્ષમતાઓને નિશાન બનાવી હતી.
યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે લેબનોનમાં ઘણા વધારાના હુમલાઓ શરૂ કર્યા
આ હુમલાઓ બશર અલ-અસદની સરકારના પતન પછી સીરિયાના વ્યૂહાત્મક શસ્ત્રોનો નાશ કરવા માટે ઇઝરાયલના તાજેતરના આક્રમણનો ભાગ હતા. ઇઝરાયલે બંને દેશો વચ્ચેના યુએન-નિરીક્ષણ હેઠળના બફર ઝોન અને હર્મોન પર્વતની ટોચ પરના અનેક સીરિયન લશ્કરી થાણાઓનો પણ નિયંત્રણ મેળવ્યો છે. લેબનોનમાં ઇઝરાયલે શનિવારે 40 થી વધુ હિઝબુલ્લાહ આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો અને આ હુમલાઓને લેબનોનથી ગેલિલી તરફ રોકેટ ફાયરિંગના જવાબ તરીકે વર્ણવ્યા છે. નવેમ્બરમાં અમલમાં આવેલા યુદ્ધવિરામ છતાં ઇઝરાયલે લેબનોનમાં ઘણા વધારાના હુમલાઓ શરૂ કર્યા છે.
ગાઝા પટ્ટીથી છોડવામાં આવેલી પાંચ મિસાઇલોનો સમાવેશ થાય
ગત મંગળવારે ગાઝામાં યુદ્ધવિરામ કરાર અસરકારક રીતે સમાપ્ત થયો ત્યારથી ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા 14 મિસાઇલોને અટકાવવામાં આવી હતી. સૈન્યએ જણાવ્યું હતું કે તેમાં યમનથી છોડવામાં આવેલી છ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો, લેબનોનથી છોડવામાં આવેલી ત્રણ રોકેટ અને ગાઝા પટ્ટીથી છોડવામાં આવેલી પાંચ મિસાઇલોનો સમાવેશ થાય છે.