Skip to main content
Settings Settings for Dark

ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 40થી વધુ લોકોના મૃત્યુ

Live TV

X
  • મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ

    મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 7 પેલેસ્ટિનિયનોના મૃત્યુ થયા છે. યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં થયેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે.

    સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ચેતવણી આપી છે કે ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી (UNRWA) કહે છે કે, ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી કોઈ સહાય એન્ક્લેવ સુધી પહોંચી નથી.

    અલ જઝીરાના સમાચાર અનુસાર ગાઝાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે, ગાઝા પર ઇઝરાયલના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50,208 પેલેસ્ટિનિયનોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 113,910 ઈજાગ્રસ્ત થયા છે.

    ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે 61,700થી વધુ મૃત્યુઆંક દર્શાવ્યો છે. કાટમાળ નીચે ગુમ થયેલા હજારો પેલેસ્ટિનિયનોના મોતની આશંકા છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના હુમલાઓમાં ઇઝરાયલમાં ઓછામાં ઓછા 1,139 લોકો માર્યા ગયા હતા અને 200થી વધુ લોકોને કેદી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી આ યુદ્ધ ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply