યમનમાં હુતી બળવાખોરો પર અમેરિકાના હુમલામાં 22 લોકોના મોત, ટ્રમ્પની કડક ચેતવણી
Live TV
-
અમેરિકાએ શનિવારે યમનમાં હુતી બળવાખોરો પર મોટો હુમલો કર્યો, જેમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, હૂતી વિદ્રોહીઓ સામે નિર્ણાયક લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો હુતી બળવાખોરો હુમલા ચાલુ રાખશે તો તેમની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ થઈ જશે.

અમેરિકાએ શનિવારે યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરો પર મોટો હુમલો કર્યો, જેમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે. હુતી વિદ્રોહીઓના આરોગ્ય અને પર્યાવરણ મંત્રાલયે સબા ન્યૂઝ એજન્સી પર પ્રસારિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નવ નાગરિકો માર્યા ગયા છે અને નવ અન્ય ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગનાની હાલત ગંભીર છે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, મધ્ય પૂર્વમાં આ સૌથી મોટું લશ્કરી ઓપરેશન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે, લાલ સમુદ્રમાં વેપારી જહાજોને નિશાન બનાવવા બદલ હુતીઓ સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "ઈરાન સમર્થિત હુતીઓએ અમેરિકન વિમાનો પર મિસાઇલો છોડી છે અને અમારા સૈનિકો અને સાથીઓને નિશાન બનાવ્યા છે. તેમની ચાંચિયાગીરી, હિંસા અને આતંકને કારણે અબજો ડોલરનું નુકસાન થયું છે અને જીવન જોખમમાં મુકાયું છે."
નોંધનીય છે કે, નવેમ્બર 2023 થી હુતી બળવાખોરોએ શિપિંગ પર 100 થી વધુ હુમલા કર્યા છે, જેને રોકવા માટે અમેરિકી સેનાને અનેક કાર્યવાહી શરૂ કરવી પડી હતી. અગાઉના રાષ્ટ્રપતિ બાઈડેને, હુતીઓ સામે મર્યાદિત કાર્યવાહી કરી હતી, પરંતુ હવે ટ્રમ્પે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે.હુતીઓ, યમનના લઘુમતી શિયા ઝૈદી સમુદાયનું એક સશસ્ત્ર જૂથ છે, જેણે છેલ્લા દાયકામાં યમનના મોટા ભાગ પર નિયંત્રણ મેળવ્યું છે. ગાઝામાં હમાસ-ઇઝરાયલ સંઘર્ષમાં હુતીઓ, પેલેસ્ટિનિયનો સાથે એકતા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.