PM મોદીએ, મ્યાંમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, શુક્રવારે મ્યાંમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, ભારત તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, "મ્યાંમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ પછીની પરિસ્થિતિ અંગે હું ચિંતિત છું. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે. આ સંદર્ભમાં, અમે અમારા અધિકારીઓને તૈયાર રહેવા કહ્યું છે. ઉપરાંત, વિદેશ મંત્રાલયને મ્યાંમાર અને થાઇલેન્ડની સરકારો સાથે સંપર્કમાં રહેવાનું કહેવામાં આવ્યું છે."