ટ્રમ્પની ચેતવણી: અમેરિકન કાર ઉત્પાદકોને કિંમતો ન વધારવા સૂચન
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકન કાર ઉત્પાદકોને કડક ચેતવણી આપી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકન કાર ઉત્પાદકોને કડક ચેતવણી આપી છે જો અમેરિકન કંપનીઓ તેમના આયાતી કાર ટેરિફના જવાબમાં કિંમતોમાં વધારો કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, ટ્રમ્પે અમેરિકી ઓટોમેકર્સને ટેરિફના જવાબમાં કિંમતો ન વધારવા ચેતવણી આપી છે. ટેરિફની જાહેરાત કરતા પહેલા ટ્રમ્પે, દેશના કેટલાક ટોચના ઓટોમેકર્સના સીઈઓને ફોન કર્યો અને તેમને કિંમતો ન વધારવા ચેતવણી આપી.
ટ્રમ્પે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસ આના પર નજીકથી નજર રાખશે. જો કોઈ કંપની કિંમતો વધારશે, તો તેને સજા ભોગવવી પડશે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનનો આભાર માનવો જોઈએ કે તેમણે તેમની ઇલેક્ટ્રિક વાહન નીતિનો અંત લાવ્યો. મેં ઇલેક્ટ્રિક કારના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપી છે.