ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર
Live TV
-
વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર, છેલ્લા 40 વર્ષોમાં શિક્ષણ વિભાગમાં ભારે ખર્ચ કરવા છતાં શિક્ષણમાં સુધારો જોવા મળ્યો નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષણ વિભાગને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.જેમાં વિકલાંગ બાળકો માટે પેલ ગ્રાન્ટ્સ અને ટાઇટલ I ભંડોળ જેવા જરુરી કાર્યક્રમો ચાલુ રહેશે. વ્હાઇટ હાઉસના ડેટા અનુસાર, છેલ્લા 40 વર્ષોમાં ભારે ખર્ચ કરવા છતાં શિક્ષણમાં સુધારો કરવામાં નિષ્ફળ ગયો છે.વર્ષ 1979થી, યુએસ શિક્ષણ વિભાગે 259 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યો છે.તેમ છતાં 13 વર્ષના બાળકો માટે ગણિત અને વાંચનનો સ્કોર નીચો છે. ચોથા ધોરણના દસમાંથી છ વિદ્યાર્થીઓ અને આઠમા ધોરણના લગભગ ત્રણ-ચતુર્થાંશ વિદ્યાર્થીઓ ગણિત બરાબર જાણતા નથી.ત્યારે બીજી તરફ ધોરણ 4 અને 8માં દસમાંથી સાત વિદ્યાર્થીઓ યોગ્ય રીતે વાંચી પણ શકતા નથી. જ્યારે ધોરણ 4માં 40% વિદ્યાર્થીઓ મૂળભૂત વાંચન સ્તર પણ પૂર્ણ કરી શકતા નથી.રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે શિક્ષણ વિભાગ યુએસ શિક્ષણ પ્રણાલી માટે એક બોજ બની ગયો છે