Skip to main content
Settings Settings for Dark

સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના સાગર વિસ્તારમાં કર્યું હતું લેન્ડિંગ

Live TV

X
  • નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા

    નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. 9 મહિનાથી વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનું ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કરે છે. સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રીઓના ઉતરાણનો વીડિયો પણ જાહેર કર્યો છે.

    નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા

    સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર અવકાશ માટે રવાના થયા હતા. જો કે તેમનું મિશન માત્ર એક અઠવાડિયા માટે હતું, પરંતુ સ્પેસ સ્ટેશનમાં ટેકનિકલ ખામીને કારણે નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને અવકાશયાત્રીઓને અવકાશમાં ખસેડવા પડ્યા હતા. ટેક્નિકલ ખામીને કારણે તેમનું રિટર્ન આ વર્ષે ફેબ્રુઆરી સુધી મોફૂક રાખવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ પરત ફરતી વખતે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથે ક્રૂ-9 ના અન્ય બે અવકાશયાત્રીઓ નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ પાછા ફર્યા. તેમની અવકાશયાન દ્રારા સફળ વાપસી થઇ છે.

    લેન્ડિંગ પછી સ્ટ્રેચર પર  લઈ જવામાં આવ્યા હતા

    અવકાશમાંથી પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેને દરેક અવકાશયાત્રીએ અનુસરવાનું હોય છે. તેનું કારણ એ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફર્યા બાદ તરત જ ચાલી શકતા નથી. તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં નાસા તેને લઈને ચુસ્તાઇથી નિયમોનું પાલન કરાવે છે. ધરતીની વાપસીનો વીડિયો નાસાએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. આ ધરતી પર સફળ ઉતરાણનું લાઇવ સ્ટ્રમિંગ પણ થયું હતું, જેને અનેક પ્લેટફોર્મ પરથી નિહાળી શકાયું હતું. સુનિતા વિલિયમ્સ એ સફળ લેન્ડિંગ બાદ નાસા સાથે કેટલાક અનુભવો અવકાશ યાત્રના શેર કર્યાં હતા. 9 મહિના અને 14 દિવસ સુધી અંતરિક્ષમાં રહેનાર આ અંતરિક્ષ યાત્રીઓએ આ સમય દરમિયાન શું કામ કર્યા આ વાતો પણ શેર કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply